સાબરકાંઠાની યશ કલગીમાં ઉમેરાયુ નવુ મોરપીંછ. દિલ્લી ખાતે સુરેશભાઈ સોનીને મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરાયો.

Views: 77
0 0

Read Time:4 Minute, 11 Second

રિપોર્ટર :- જીજ્ઞેશ સોની હિંમતનગર

સેવા, સાદગી, સમર્પણનો ત્રિવેણી સંગમ સમા સુરેશભાઈ સોની છેલ્લા ૩૬ વર્ષથી તડછોડાયેલા કુષ્ઠ રોગી, મંદબુદ્ધિના દર્દીઓની કરી રહ્યા છે સેવા:

હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે, રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ હરિલાલ સોનીને તા.28/04/2025ના રોજ દિલ્હી રાજભવનમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના વરદ્ હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી એવોર્ડ મેળવી ગત રાત્રીએ સુરેશભાઇ સોની પોતાની સંસ્થામાં પરત આવતા સહિયોગ સંસ્થા તથા શુભેચ્છકોએ સુરેશભાઇ સોનીનું ભવ્ય સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા. 

સેવા, સાદગી, સમર્પણનો ત્રિવેણી સંગમ સમા સુરેશભાઈ સોની છેલ્લા ૩૬ વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી તડછોડાયેલા કુષ્ઠ રોગી,મંદબુદ્ધિના ૧૦૦૦ થી વધુ દર્દીઓની સેવા કરી રહ્યા છે. અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ ના જીવન મંત્ર થકી પ્રોફેસરની નોકરી છોડી છેલ્લા ૫૪ વર્ષથી કુષ્ઠરોગીઓની સેવા કાર્ય કરી રહ્યા છે. જે સેવા બદલ તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઇ હતી. ઢીંચણ સુધીનો સફેદ ચડ્ડો ઉપર સફેદ શર્ટ પગમાં સ્લિપર ચહેરા પર સ્મિત, સાદગી ,સેવા, સંયમ સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઇ ખરેખર નોખી માટીના માનવી છે. જેમણે પોતાની સેવા થકી અનેક લોકોના જીવનમાં ઉજાશ પાથર્યો છે. 

આ અવસરે સુરેશભાઈ સોનીએ પોતાના સેવા કાર્યોની વાત કરતા જણાવ્યુ હતુ કે ૧૯૬૬માં વડોદરામાં ઝુંપડપટ્ટીમાં કુષ્ટ રોગીઓની સેવા શરૂ કરી ૧૯૭૦માં શ્રમ મંદિરમાં જોડાયા. ત્યાર બાદ ૧૯૮૮માં વડોદરાથી સાબરકાંઠામાં આવી પોતાના સેવા કાર્યોની શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી. સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારમાંથી ૪૦૦ જેટલા આદિવાસી બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે. મંદબુદ્ધિના ૨૫૦ જેટલા ૧૮ વર્ષથી મોટી ઉમરના ભાઈઓને રાખવામાં આવે છે. તેમજ ૮ વરસથી મોટી ઉમરની ૧૮૬ દીકરીઓ અહી રહે છે.સત્કાર્યો માટે ક્યારે કોઇની સામે હાથ ફેલાવો પડ્યો નથી. દાનવીરો સામેથી દાન આપે છે અને આ સંસ્થા ચાલે છે. આ તબક્કે સંસ્થા માટે દાન આપનાર અને સેવામાં મદદ કરનાર શુભ ચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો.ઉચ્ચ સન્માન બદલ સુરેશભાઈ સોનીએ પદ્મશ્રી એવૉર્ડની જાહેરાત બાદ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે વિવિધ પ્રકારે સન્માન-અભિનંદનની શુભકામનાઓ પાઠવનાર તમામ મહાનુભાવો તેમજ સહુ કોઇનો ઋણસ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આ સંસ્થા અને સુરેશભાઇને તેમની સેવા બદલ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના ૬૪ જેટલા એવોર્ડ મળ્યા છે.પૂર્વ રાષ્ટ્રપતિ સ્વશ્રી ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સન્માન સ્વીકારવાનો અવસર સુરેશભાઇને સાંપડ્યો છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સાબરકાંઠાની યશ કલગીમાં ઉમેરાયુ નવુ મોરપીંછ. દિલ્લી ખાતે સુરેશભાઈ સોનીને મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરાયો.

  • Related Posts

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

              ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં…

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

              અમદાવાદ, ૭ જૂન, ૨૦૨૫ રિપોર્ટ-મિહિર શિકારી,અમદાવાદ, ગુજરાત વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે