જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં થયેલા આંતકી હુમલાથી સાબરકાંઠા સ્તબ્ધ. હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ માં રોષ ભભૂક્યો. શુક્રવારે હિંમતનગરના હિન્દુ અને મુસ્લિમ બજારો અડધો દિવસ બંધ રહેશે.

રિપોર્ટર :- જીજ્ઞેશ સોની હિંમતનગર

હિંમતનગર બાર એસોસિએશન ના તમામ વકીલો ગુરુવારે કોર્ટની અર્જન્ટ કાર્યવાહી સિવાયની તમામ પ્રકારની કાર્યવાહીથી અળગા રહેવાનો હિંમતનગર બાર એસોસિયન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતના સ્વિઝરલેન્ડ તરીકે ઓળખાતા જમ્મુ કાશ્મીરમાં વિદેશીઓ સહિત દેશના અનેક પર્યટકોનો ધસારો વધી રહ્યો છે. ત્યારે મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગાવ અને તેની નજીક આવેલ અન્ય એક પર્યટક સ્થળે ચાર આંતકવાદીઓએ ગોળીબાર કરીને સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે બે વિદેશી પર્યટકો સહિત અંદાજે ૨૮ જણાના મોત થયા છે. ત્યારે તે અંગે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ખબર પડતા હિન્દુ સંગઠનો સહિત મુસ્લિમ સંગઠનોએ પણ આ આંતકી કૃત્યને વખોડી કાઢ્યુ છે. એટલુ જ નહી પણ શુક્રવારે હિંમતનગરના હિન્દુ અનેમુસ્લિમ વ્યાપારીઓબજાર અડધો દિવસ બંધ રહેશે. સાથો સાથ જિલ્લાના અન્ય ઠેકાણે પણ યોજાનાર ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો પણ મોકુફ રાખી દેવામાં આવ્યા છે. 

આ અંગેની વિગત એવી છે કે પહેલગાવમાં મોરારી બાપુની કથા સાંભળવા માટે ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાંથી આવેલા પર્યટકો મંગળવારે બપોર બાદ સાઇડસીન જોવા માટે ગયા હતા. ત્યારે ચાર આંતકવાદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ વિરૂધ્ધ ઝેર ઓકીને પર્યટકોને જાતિ અને ધર્મ પુછી તેમના પર ગોળીઓ ધરબી દીધી હતી. જે ઘટનાથી સાબરકાંઠા સહિત સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાત પડયા છે. ત્યારે બુધવારે સાબરકાંઠામાં હિંમતનગર સહિત પ્રાંતિજ, તલોદ, વિજયનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના પંથકમાં રહેતા લોકોએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી નાખી છે. 

તો બીજી તરફ પહેલગાવમાં બનેલી આંતકવાદી હુમલાની ઘટનાને લઇ હિંમતનગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના વેપારીઓએ શુક્રવારે અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે બપોરની નમાઝ બાદ મુસ્લિમ વેપારીઓ ધંધા-રોજગાર શરૂ કરશે. દરમિયાન પટણી સુન્ની જમાત કૌમે બહાવરી સંગઠન દ્વારા પહેલગાવમાં બનેલા જધન્ય કૃત્યને વખોડી કાઢી દુ:ખની લાગણી વ્યકત કરી છે. સાથો સાથ ભાજપ દ્વારા બુધવારે હિંમતનગરમાં યોજાનાર યુવા સંમેલનને પણ મોકુફ રાખવામાં આવ્યું હતુ. હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ આંતકવાદીઓના આ જધન્ય કૃત્યને વખોડી કાઢી તેમને પકડી સખ્ત સજા કરવાની લાગણી અને માંગણી વ્યકત કરાઇ છે. એટલુ જ નહી પણ સરકાર આગામી દિવસોમાં આ આંતકવાદીઓ વિરૂધ્ધ કેવી કાર્યવાહી કરશે તેના પર નજર મંડાઇ છે. હિન્દુ યુવા સંગઠનના હિંમતનગર પ્રખંડ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

  • Related Posts

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    રિપોર્ટ :- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ…

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    રિપોર્ટ‌ :- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ધાડ ગેરકાયદે હથિયારોની હેરાફેરી તથા પરવાના વિના પોતાની પાસે રાખતા હોવાની ફરીયાદ ૧૧ વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો