
Read Time:2 Minute, 37 Second
મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નરશ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-૫ સાહેબ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ” ડીવીઝન સાહેબ તરફથી મિલકત સંબંધી ગુનાઓ થતા અટકવા તથા શોધી કાઢવા સારૂ મળેલ સુચના આધારે તથા પોલીસ ઈન્સપેક્ટર પી.એન.ઝીંઝુવાડીયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ.ડી.આઇ.પટેલ તથા બીજા સ્ટાફ ના માણસો પેટ્રોલીંગ દરમ્યાન અ.પો.કો. હરેશભાઇ પોપટભાઈ તથા અ.પો.કો. ગૌરવરાજસિંહ કિરીટસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ-કિશોર ને ચોરી ના મો.સા. સાથે ઝડપી પાડેલ. સદર બાળ-કિશોરને તેના વાલી(માતા) તથા ઓઢવ પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલફર અધિકારીની હાજરીમાં પુછપરછ કરતા બાળ-કિશોરે આ સિવાયના પણ બીજા ચાર(૪) બાઇકની ચોરી કરેલા હોવાની કબુલાત કરેલ જેમા નીચે મુજબ નો મુદ્દામાલ રીકવર કરેલ છે અને નીચે મુજબ ના ગુન્હા ડીટેકટ થયેલ છે.
કબજે કરેલ મુદામાલઃ
૧. એક હિરો કંપનીની સ્પેલન્ડર પ્લસ મો.સા.GJ-27-DD-4142 જેની કિ.રૂ. ૩૫,૦૦૦/-
૨. એક નંબર પ્લેટ વગરની એક્ટીવા જેનો એન્જીન નં-JK15EW5450962 જેની કિ.રૂ.૭૦,૦૦૦/-
3. એક હોંડા શાઇન મો.સા. જેનો R.T.O.નં-GJ 27 AM 9206 કી.રૂ. ૪૦,૦૦૦/-
૪. એક હિરો હોન્ડા પેસન પ્રો.મો.સા.જેનો R.T.O.નં-GJ-27-AS-4919 જેની કિં.રૂ.૩૦,૦૦૦/-
૫. એક હિરો કંપનીની સ્પેલન્ડર પ્લસ જેનો એન્જીન નં-HAI1EVMSH55028 જેની કિં.રૂ.૩૦,૦૦૦/-
કુલ્લ કિ.રૂ.-૨,૦૫૦૦૦/-