
અગ્રણી એડવોકેટ વિજયભાઈ શર્માએ માર્ગદર્શન આપેલ
જિલ્લામાંથી તમામ ક્ષેત્રોમાંથી વનનેશન વન ઇલેક્શનના સમર્થનમાં ઠરાવ કરી રાષ્ટ્રપતિને મોકલાશે
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ NDA સરકારનો ત્રીજો કાર્યકાળ એ દેશની રાજનીતિ અને વિકાસના માર્ગમાં પરિવર્તનના નવા યુગની શરૂઆત કરી છે જેમાં અનેક દેશહિત માટે લોકસભા અને રાજ્યસભામાં નિર્ણયો લેવાયા છે ત્યારે દેશમાં હાલ મુખ્ય ચર્ચાનો વિષય છે વન નેશન વન ઇલેક્શન આ માટે આજરોજ વન નેશન વન ઇલેક્શનના પ્રદેશ ભાજપના સહ કન્વીનર અને અગ્રણી એડવોકેટ વિજયભાઈ શર્માએ સાબરકાંઠા જિલ્લા ભાજપ યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેરના પ્રથમ સ્ક્વેરમાં પ્રબુદ્ધ નાગરિકોની બેઠકમાં માર્ગદર્શન આપેલ. જેમાં તેમણે જણાવેલ કે દેશમાં કોંગ્રેસ પાર્ટી આ બિલ ના આવે તથા તેના વિરોધમાં અનેક પ્રયત્નો કર્યા છે અને દેશને બહુ મોટું નુકસાન કર્યું છે. કોંગ્રેસ પાર્ટી સત્તાના સ્વાર્થમાં રમત રમી લોકસભાની સીટો બદલી, વન નેશન વન ઇલેક્શનના કારણે દેશના વિકાસમાં અનેક ગણો ફાયદો થશે અને વિકાસ તેજ ગતિથી આગળ વધશે અને દેશને કરોડો રૂપિયાની બચત થશે. વિજયભાઈ શર્માએ વધુમાં જણાવેલ કે એક વિધાનસભાની રાજ્યની ચૂંટણીનો ખર્ચ ₹13,000 કરોડ ખર્ચ બચે, એક મતદાનનો ખર્ચ રૂપિયા 1,400 આવે છે.
1983 માં લો કમિશનને રિપોર્ટમાં પહેલીવાર જણાવેલ કે બધી ચૂંટણીઓ સાથે થવાથી દેશને ફાયદો થશે 2015માં પણ ફરી લો કમિશનને જણાવેલ છતાં કોંગ્રેસ પાર્ટી એ આન થવા દીધું. આપણા પ્રથમ વડાપ્રધાન બાજપાઈજી આવ્યા ત્યારથી આ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં પૂર્વ રાષ્ટ્રપતિ રાજનાથ કોવિદજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં પ્રવાસ કરી 87 ટકા લોકોએ સમર્થન આપેલ કે એક જ ચૂંટણી થવી જોઈએ. આજે આ વાતને આપણી સરકારના નેતૃત્વમાં આ કામ પૂરું કરવા જઈ રહ્યા છીએ, હાલ બિલ આ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી પાસે છે. આ બિલ પસાર થાય તો દેશમાં ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી પણ વધશે અને નાગરિકોનો સમસ્યાનો મુક્તિનો એક જ ઈલાજ છે વન નેશન વન ઇલેક્શન વારંવાર ચૂંટણીઓ આવવાથી વિકાસના કામોમાં અડચણ આવે છે. શિક્ષકો- પોલીસ કર્મચારી બધાને કામના ભારણમાંથી મુક્તિ મળશે. શિક્ષણનું સ્તર સુધરશે. બેઠકમાં વન નેશન વન ઇલેક્શનના જિલ્લાના ઇન્ચાર્જ – કન્વીનર – પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે જરૂરી માર્ગદર્શન આપેલ.ઠરાવો કરી જરૂરી વિગત પૂરી પાડી હતી.બેઠકમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્યવી. ડી. ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, મહેશભાઈ પટેલ, જેઠાભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, લોકેશભાઈ સોલંકી, ડો. રાજુ નાયક, ડો. કે કે પટેલ, ગોપાલસિંહ રાઠોડ, જયેશભાઈ એમ. પટેલ, જયંતીભાઈ પટેલ, નીલાબેન પટેલ, સહિત અન્ય ડોક્ટર મિત્રો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, પ્રોફેસરો, શિક્ષકો, મહિલાઓ, યુવાનો, એન્જિનિયર્સ, વકીલ મિત્રો, સહકારના અગ્રણીઓ સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહેલ અને વન નેશન વન ઇલેક્શનને સમર્થન કરી રાષ્ટ્રપતિ ને ઠરાવ મોકલી આપવા જણાવેલ.
જીજ્ઞેશ સોની હિંમતનગર