
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના પોલીસ સ્ટેશન ની હદમાં દેશી વિદેશી દારૂ નું ધૂમ વેચાણ ચાલે છે. હિંમતનગર ના બસસ્ટેશન વિસ્તારથી માંડી ચારે કોર ખાનગી અને જાહેરમાં દેશી વિદેશી દારૂ નું ધૂમ વેચાણ થતું હોવાનું લોકો જણાવી રહ્યા છે.આ દારૂનું વેચાણ કરનારા તત્વો કોઈના થી ડરતા નથી. અરે એમનું નામ પણ કોઈ લઈ શકતું નથી. પોલીસ આ બધાને ઓળખતી જ હોય છે.પણ પોલીસના લાંબા હાથ અહીં ટૂંકા કેમ પડે છે એ પ્રશ્ન છે.ગૃહમંત્રી ની દારૂ બંધી અને અસામાજીક પ્રવૃત્તિઓની વાતો અહીં માત્ર બકવાસ સાબિત થવા પામી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કેટલાક વિસ્તારોમાં ધોળે દહાડે દારૂનું વેચાણ થતું હોવાની લોક ફરીયાદો ઉઠવા પામી છે.પણ પોલીસ અહીં કાર્યવાહી કરવામાં કેમ લાચાર છે એ યક્ષપ્રશ્ન છે. સામાન્ય માણસને પોલીસ સામાન્ય બાબતમાં પણ કાયદો બતાવી તતડાવે છે. વાહન હંકારતા ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચાલકોના ડોક્યુમેન્ટ તપાસી કાયદો બતાવે છે. પરંતુ પોલીસ જ્યારે સમાજને બરબાદીમા ધકેલી દેતી દારૂબંધી માટે પોલીસ બીચારી અને લાચાર બની જાય છે.હમણાજ એક યુવાન ટુ વ્હીલર લઈને જતો હતો.પોલીસે તેને રોક્યો.ડોકયુમેન્ટ માગ્યા. યુવાને મોબાઈલમાં તમામ ડોક્યુમેન્ટ બતાવ્યા પણ પોલીસ માની નહીં અને કાયદેસરની કાર્યવાહી કરવાનું કહ્યું.. હકીકતમાં ડોક્યુમેન્ટ ટુ વ્હીલર ચાલકના ઘરે હતા અને ઘર નજીક હોવાથી તેણે પોલીસ કર્મીને ઘરેથી લાવીને બતાવવાનુ પણ કહ્યું પણ પોલીસ માની નહીં અને રકઝક થઈ જ્યારે હિંમતનગરમાં છેડેચોક ચાલતા દારૂના ધંધાને પોલીસ કેમ બંધ કરાવી શકતી એ વિચારવા જેવી બાબત છે.જે હોય તે પણ સંઘવી સાહેબ જરા એક નજર સાબરકાંઠામા ભી રાખો.