સાબરકાંઠામાં ર૦૦થી વધુ પોલીસ કોન્સ્ટેબલોની બદલી થવાની શકયતા. પોલીસવડાએ તમામ પોલીસ સ્ટેશનો પાસેથી વિગતો મંગાવી.

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનોમાં ત્રણ વર્ષ કે પાંચ વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલોની વહીવટી અનુકુળતા માટે તાજેતરમાં જિલ્લા પોલીસવડાએ તમામ પોલીસ સ્ટેશનો પાસેથી વિગતો મંગાવી છે. જે આવ્યા બાદ આગામી સમયમાં સ્વવિનંતીથી અથવા તો વહીવટી અનુકુળતા મુજબ એક પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ સ્ટેશનમાં બદલીના હુકમો કરાશે.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશન અને પોલીસવડા સ્થિત કચેરીની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ કેટલા સમયથી જેતે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમની માહિતી મંગાવાઈ છે. જોકે કેટલાક કર્મચારીઓએ અંગત કારણોસર સ્વવિનંતીથી બદલી કરી આપવા માટે જિલ્લા પોલીસવડાને અગાઉથી જ લેખિતમાં જાણ કરી હોવાથી જિલ્લા પોલીસવડા તેને પણ ધ્યાને લઈને બદલીના હુકમો આગામી દિવસોમાં કરે તેવી શકયતા દર્શાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આજથી હોળાષ્ટક શરૂ થઈ ચુકયા છે ત્યારે જો પોલીસવડા બદલીના આદેશ કરે તો પણ જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ હોળીના તહેવાર પૂર્ણ થયા બાદ નવા સ્થળે હાજર થાય તો નવાઈ નહીં. બદલી માટે શરૂ કરાયેલી કાર્યવાહી આગામી ત્રણેક દિવસમાં પૂર્ણ થશે તેવું આધારભુત સૂત્રોમાંથી જણાવાયું છે.

  • Related Posts

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    રિપોર્ટ :- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ…

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    રિપોર્ટ‌ :- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ધાડ ગેરકાયદે હથિયારોની હેરાફેરી તથા પરવાના વિના પોતાની પાસે રાખતા હોવાની ફરીયાદ ૧૧ વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો