લુંટના દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને શોધી કાઢી ગુનામાં ધરપકડ કરી લુંટમાં ગયેલ મુદ્દામાલ હસ્તગત કરી તે આરોપીઓએ અન્ય પો.સ્ટે. વિસ્તારમાં આચરેલ સ્નેચીંગ, ચોરી જેવા અન્ય- ૪ ગુનાઓનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરતી ઓઢવ પોલીસ.

અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ દાખલ થયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક કાર્યવાહી કરવા મે. પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર શ્રી જી.એસ.મલિક સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૨ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ શ્રી બળદેવ દેસાઇ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી કુણાલ દેસાઇ સાહેબ નાઓ તરફથી સ્થાયી સુચના કરવામાં આવેલ હોય દરમ્યાન ગત તા.-૧૩/૨/૨૦૨૫ ના રોજ વસ્ત્રાલ ખાતે રહેતા જગદીશભાઈ અમીચંદભાઈ પટેલ ઉ.વ. ૪૩ નાઓ રાત્રીના ક.-૨૧/૦૦ વાગ્યાના સમયે અત્રેના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઇ રહેલ હતા તે સમયે એક મો.સા. ઉપર સવાર થઈ આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ પોતાની પાસેના પ્રાણઘાતક હથિયાર વડે તેઓ ઉપર હુમલો કરી, ઇજા પહોચાડી તેઓએ ગળામાં પહેરેલ ચાર તોલાની સોનાની ચેઇન ની લુંટ કરી નાસી ગયેલ હોય તે પછી તેઓએ પોતાના મો.સા. ના આગળના ખાનામાં મુકેલ રોકડા રૂ. ૨,૫૦,૦૦૦/- ની તપાસ કરતા મળી આવેલ નહી હોવાથી અજાણ્યા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા બાબતે તા.-૧૪/૨/૨૦૨૫ ના ક.-૨૩/૦૦ વાગ્યે જાહેર કરેલ ફરીયાદ હકીકત આધારે ગુ.૨.નં. પાર્ટ એ/11191037250282/2025 BNS ની કલમ-૩૦૯(૬) મુજબનો ગુનો દાખલ થયેલ હતો.

ત્યારબાદ સદર ગુનો લુંટનો અનડીટેક્ટ ગુનો હોય જેથી સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. શ્રી બી.બી.ચૌહાણ નાઓના નેતૃત્વ હેઠળ તાબાના સર્વેલન્સ સ્કોડના માણસોની જુદી જુદી ટીમો બનાવી તે ગુનો શોધી કાઢવા સારૂ બનાવ સ્થળ તેમજ તેની આસપાસના તેમજ બનાવ સ્થળથી મુખ્ય જાહેર માર્ગને સ્પર્શ કરતા જાહેર રોડ ઉપરના સીસીટીવી કેમેરાઓની ફૂટેજો ચેક કરી તેમજ આ પ્રકારની એમ.ઓ. ધરાવતા ગુનેગારોને ચેક કરી ગુનાનો ભેદ ઉકેલવા સુચના કરી થાણા ઈન્ચાર્જ તરીકે અમોએ તેઓની કામગીરી ઉપર સતત સુપરવિઝન રાખી તેમજ તપાસને મદદરૂપ યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડેલ જેના ફળસ્વરૂપે ગુનો દાખલ થયાના ૨૪ કલાક જેટલા સમયગાળા દરમ્યાન આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી ગુનો દાખલ થયાના ૪૧ કલાક જેટલા સમયગાળામાં આરોપીઓ ની ગુનામાં ધરપકડ કરી આરોપીઓ પાસેથી આશરે ચાર તોલાના દરની સોનાની રણી, ગુનામાં વપરાયેલ હથિયાર અને ગુનો કરવામાં ઉપયોગ કરેલ મો.સા.-૨ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને તે પકડેલ આરોપીઓની ઉંડાણપુર્વક યુક્તિ-પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા આરોપીએ નિકોલ, રામોલ અને ઇસનપુર પો.સ્ટે. વિસ્તારમાં આચરેલ સ્નેચીંગ અને બાઇક ચોરીના મળી તેઓએ આચરેલા ૪ ગુનાઓ ની કબુલાત કરેલ હોય તે રીતે લુંટના અનડીટેક્ટ ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી, આરોપીઓની ધરપકડ કરી, લુંટનો મુદ્દામાલ રીકવર કરી અન્ય પો.સ્ટે.ના ૪ ગુનાઓ ડીટેક્ટ કરી સારી કામગીરી કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

(૧) પી.એન.ઝીંઝુવાડીયા પોલીસ ઇન્સ્પેક્ટર ઓઢવ પો.સ્ટે.

(૨) પો.સ.ઈ. શ્રી બી.બી.ચૌહાણ સર્વેલન્સ સ્કોડ ઓઢવ પો.સ્ટે.

(૩)એ.એસ.આઇ.શૈલેંદ્રસિંહ બટુકસિંહ 

(૪) અ.હે.કો. વિવેકકુમાર ભીખુભાઇ 

(૫)અ.પો.કો.પરિમલ મોહનભાઇ 

(૬) અ.પો.કો. બિજલભાઈ શામળાભાઈ 

(૭) અ.પો.કો. ગૌરવરાજસિંહ કિરીટસિંહ 

(૮)અ.પો.કો. નરેન્દ્રસિંહ કાકુભા 

(૯)અ.પો.કો.જગદીશભાઈ રાણાભાઈ 

બાતમી હકીકત મેળવનાર કર્મચારી:-

અ.હે.કો. વિવેકકુમાર ભીખુભાઈ 

અ.પો.કો.પરિમલ મોહનભાઈ

અટક કરેલ આરોપીઓ:

(૧) હર્ષિલ ઉર્ફે બ્રાવો કિરીટભાઇ લક્ષ્મણભાઈ કુચારા 

(૨) અમિત નૈનેષભાઇ રસિકભાઈ પંચાલ 

(૩) આર્યન મુકેશભાઇ સોમાભાઇ રાઠોડ

(૪)જય હસમુખભાઈ પુંજાભાઈ સોલંકી વગેરેનાઓને તા.-૧૬/૦૨/૨૦૨૫ ના ક.-૧૫/૧૫ વાગ્યે અટક કરેલ છે.

ગુનાહિત ઇતિહાસ:-

પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી જય સોલંકી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેના વિરૂધ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.-૧૧૧૯૧૦૧૫૨૪૦૪૩૫/૨૪ બી.એન.એસ- ૧૧૫ (૧), ૧૪૦(૩),૨૯૬(બી),૩૧૦(૨) મુજબનો ગુનો નોંધાયેલ છે

  • Related Posts

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    રિપોર્ટ :- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ…

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    રિપોર્ટ‌ :- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ધાડ ગેરકાયદે હથિયારોની હેરાફેરી તથા પરવાના વિના પોતાની પાસે રાખતા હોવાની ફરીયાદ ૧૧ વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો