સાચોદર સ્કૂલનો લંપટ શિક્ષક હિંમતનગરમાંથી પકડાયો. ગ્રામ્ય પોલીસે આરટીઓ સર્કલ પાસેથી ઝડપી તપાસ આદરી.

Views: 148
0 0

Read Time:2 Minute, 47 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના સાચોદર ગામની એક સ્કૂલમાં ભણતી એક સગીરાની મરજી વિરૂધ્ધ સ્કૂલમાં ફરજ બજાવતા એક શિક્ષકે પાંચ દિવસ અગાઉ આ સગીરાને ફોસલાવી પટાવી દુષ્કર્મ કરવાના ઇરાદે ઇડરના કૃષ્ણનગરની સીમમાં આવેલ નેકસોનના ગેસ્ટ હાઉસમાં તપાસ કર્યા બાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસે તેને ગુરૂવારે મોડી સાંજે હિંમતનગરના આરટીઓ સર્કલ નજીકથી દબોચી લીધો હતો અને તેની પાસેથી વધુ વિગતો ઓકાવવા માટે પોલીસ યુક્તિ પ્રયુુક્તિ વાપરીને જરૂરી વિગતો મેળવી લીધી છે. તેમજ સંડોવાયેલા અન્ય લોકોને પણ ઝડપી લેવા માટે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની પીઆઈ હેરભાના જણાવાયા મુજબ સાચોદર ગામની સ્કુલમાં ભણતી એક સગીરા પર સ્કુલના શિક્ષક રાહુલ પરમારે બદ ઈરાદો રાખીને દુષ્કર્મ કરવાના આશયથી સગીરાને ઈડરના કૃષ્નનગરમાં આવેલ નેકસોન નામના ગેસ્ટ હાઉસમાં લઈ ગયા બાદ ગેસ્ટ હાઉસના ચોપડામાં ખોટુ ઓળખપત્ર રજુ કરીને આ સગીરાને રૂમમાં લઈ જઈને સગીરાની મરજી વિરૂધ્ધ કરેલા દુષ્કર્મ બાદ ભાંડો ફુટી ગયો હતો અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી અને તે આધારે ગ્રામ્ય પોલીસે ગુરૂવારે મોડી સાંજે લંપટ શિક્ષક રાહુલ પરમારને આરટીઓ સર્કલ નજીકથી ઝડપી લીધો હતો. ઉપરાંત આ લંપટ શિક્ષકને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર નેકસોન હોટલના સંચાલક હોટલના સંચાલક કનૈયાલાલ કે જે રાજસ્થાન જતો રહયો હોવાથી ગ્રામ્ય પોલીસે ટીમ બનાવી તેની પકડી લેવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું ગ્રામ્ય પોલીસના સૂત્રોમાંંથી શુક્રવારે જણાવાયું હતું. દરમ્યાન લંપટ શિક્ષકે વોટ્સઅપના માધ્યમથી સાચોદર સ્કુલના ઈન્ચાર્જ આચાર્યને રાજીનામાનો પત્ર મોકલી અપાયા બાદ તેને તાત્કાલિક છુટો કરી તેનો અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી દેવાયો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સાચોદર સ્કૂલનો લંપટ શિક્ષક હિંમતનગરમાંથી પકડાયો. ગ્રામ્ય પોલીસે આરટીઓ સર્કલ પાસેથી ઝડપી તપાસ આદરી.

  • Related Posts

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

              ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં…

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

              અમદાવાદ, ૭ જૂન, ૨૦૨૫ રિપોર્ટ-મિહિર શિકારી,અમદાવાદ, ગુજરાત વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે