શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

Views: 68
0 0

Read Time:2 Minute, 34 Second

અહેવાલ:- કનુભાઈ ખાચર

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શાકોત્સવ તારીખ ૪- ૨- ૨૫ મંગળવાર મહાસુદ સાતમના રોજ ઉજવાયો. ભગવાન શ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પહેલા આ ભૂમિ ઉપર સૌપ્રથમવાર રીંગણાનું શાક બનાવી ભક્તોને પ્રસાદ આપ્યો હતો. એ સ્મૃતિની યાદ સહ પૂજ્ય પાદ ગુરૂજીએ શ્રીલોયાધામના ચરિત્ર તથા શ્રીઠાકોરજી મહારાજના પ્રતાપની વાતો કરી હતી. લગભગ ૯,૦૦૦ જેટલા ધર્મપ્રેમી ભક્તજનો શાકોત્સવનો પ્રસાદ પ્રાપ્ત કરી લાભાંવિત તથા ભાવાન્વિત બન્યા હતા . પૂજ્યપાદ ગુરુજીએ કથા દરમ્યાન જણાવ્યું હતુ કે, ” લોયાધામની ભૂમિ સેવા, સમર્પણ અને ભક્તિની ભૂમિ છે. સુરાબાપુ અને શાતાંબાના પ્રેમને વશ થઈ ભગવાન શ્રીહરિ અહીં પધાર્યા હતા અને શાકોત્સવ કર્યો હતો. તથા આદિગુરુદેવ શ્રીમુક્તાનંદ સ્વામીએ આખા ગામમાં સત્સંગ કરાવ્યો હતો”.તેમને જણાવ્યું હતું કે, અત્યારે શ્રીલોયાધામ મંદિર દ્વારા થતી ગરીબોને ધાબળા વિતરણ, સદાવ્રત જેવી સામાજીક માનવીય પ્રવૃત્તિ તથા જીવનના આધ્યાત્મિક મૂલ્યો વધે તેવી સત્સંગ પ્રવૃત્તિનું કાર્ય થઈ રહ્યું છે.તે ખૂબ જ સરાહનીય છે.આ પ્રસંગે શ્રીરાજુભાઈ મકવાણા – RMP બેરીંગ, શ્રીરમેશભાઈ ચૌધરી – મામલતદાર સાયલા

શ્રીધીરૂભાઈ કાનેટીયા – મારૂતિ કોટેક્ષ – ભદ્રાવડી શ્રીભયલુભાઈ અમીન તથા અનેક રાજદ્વારીઓ ઉપસ્થિત રહી ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

  • Related Posts

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

              ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં…

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

              અમદાવાદ, ૭ જૂન, ૨૦૨૫ રિપોર્ટ-મિહિર શિકારી,અમદાવાદ, ગુજરાત વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે