Views: 24
Read Time:3 Minute, 23 Second
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગરમાં ટ્રાફિક નિવારણ માટે કરવામાં આવેલ પોલીસ ડ્રાઈવમાં ૧૦૦થી વધુ વાહન ચાલકો રોંગ સાઈડ આવતા દંડાયા
અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં તથા સહકારી જીન સુધીના રોડ પર ઓવરબ્રિજ અને નાના ગરનાળાનું કામ પ્રગતિમાં છે ત્યારે લગભગ એકાદ વર્ષથી વાહન ચાલકો પોતાની મનમાની કરીને રોંગ સાઈડ વાહનો હંકારીને ટ્રાફિકની સમસ્યામાં વધારો કરી રહયા છે. ત્યારે પોલીસ તંત્રની અપીલ અને જાગૃતિ માટે કરાયેલા પ્રયાસોમાં સફળતા ન મળતાં શુક્રવારે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતુ. જેમાં દિવસ દરમ્યાન પોલીસે રોંગ સાઈડ આવતા ૧૦૦થી વધુ વાહન ચાલકોને પકડી દંડનીય કાર્યવાહી કરી હતી.
આ અંગે ટ્રાફિક શાખાના પી.એસ.આઇ ઉમટ દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા એકાદ વર્ષથી હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ૪૮ પર મોતીપુરા સર્કલની બંને તરફ તથા સહકારી જીન વિસ્તારમાં તાજેતરમાં વાહન ચાલકો માટે ખુલ્લા મુકાયેલ ઓવરબ્રિજની આસપાસ કેટલુક કામ ચાલી રહયુ છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી રોજબરોજ આવતા વાહન ચાલકો ઝડપથી જવા અને આવવા માટે પોતાના વાહન રોંગ સાઈડ હંકારીને જતા રહે છે. જેના લીધે દિવસ દરમ્યાન વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉદભવે છે.જોકે પોલીસ તંત્ર દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. પરંતુ વાહન ચાલકોએ નોંધ લેવાનું ટાળ્યુ હતુ.
ત્યારબાદ આખરે હિંમતનગર શહેર અને જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા શુક્રવારે રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને પાઠ ભણાવવા માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતુ. જે અંતર્ગત સવારથી જ મોતીપુરા સર્કલ, મેડિસીટી ચોકડી, સહકારી જીન સહિત અન્ય ઠેકાણે કે જયાં વારંવાર ટ્રાફિકની સમસ્યા પેદા થાય છે તેવા સ્થળે ટ્રાફિક પોલીસે વાહન ચેકીંગ શરૂ કર્યું હતુ. જયાં પોલીસ સૂત્રોના દાવા મુજબ રોંગ સાઈડ આવતા ૧૦થી વધુ વાહન ચાલકોને આર.ટી.ઓનો મેમો આપી ડિટેઈન કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આમ એક જ દિવસમાં ટ્રાફિક શાખા દ્વારા ડ્રાઈવની કાર્યવાહીમાં ૧૦૦થી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. એટલુ જ નહીં પણ આગામી દિવસમાં ટ્રાફિક શાખાની આ કાર્યવાહી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે દંડનીય કાર્યવાહીથી બચવા માટે વાહન ચાલકોએ રોંગ સાઈડ પોતાના વાહન હંકારવાનું ટાળવું જોઈએ.
Happy
0
0 %
Sad
0
0 %
Excited
0
0 %
Sleepy
0
0 %
Angry
0
0 %
Surprise
0
0 %