હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

Views: 103
1 0
Read Time:3 Minute, 46 Second

એલસીબીએ રૂ.૩૮.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો:

હિંમતનગર: રાજસ્થાન અને હરિયાણા થી સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા માર્ગો ઉપર થઈને રોજનો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતના જુદા જુદા મથકો ઉપર ઠલવાતો હોવાનું જગ જાહેર હોવા છતાં દારૂના આ દુષણ ને નાથવા માટે કોઈ જ અસરકારક પગલાં લેવામાં આવતા નથી જેના કારણે દારૂના સપ્લાયરો અને બુટલેગરો ઉપર કોઈનો ડર હોય તેવું જણાતું નથી અને બિન્દાસ બની દારૂ ને સપ્લાય કરી વેચાણ કરી રહ્યા છે ક્યારેક બાતમીના આધારે પોલીસ દ્વારા દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે
સાબરકાંઠા એલસીબીએ મંગળવારે બાતમીને આધારે શામળાજી તરફથી આવી રહેલ એક બંધ બોડીના વાહનમાંથી અંદાજે રૂ.ર૮.૦૭લાખની કિંમતની પાસપરમીટ વગરની ૪૩૭ દારૂ ભરેલી પેટીઓ ઝડપી લીધી હતી ત્યારબાદ પોલીસે ગેરકાયદે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે શકમંદો સહિત અંદાજે રૂ.૩૮.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ચાર જણા વિરૂધ્ધ મંગળવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે એલસીબીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે તેમનો સ્ટાફ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે શામળાજી તરફ આવી રહેલ બંધ બોડીના વાહન નં.ડીએલ.૧એમબી.૧૬૩૬ કે જે ડાક પાર્સલની હેરાફેરીમાં વપરાય છે તેમાં અજાણ્યા શખ્સો ખાખી પુંઠાના બોકસની આડસમાં વિદેશી દારૂનો જથ્થો હિંમતનગર થઈ અમદાવાદ તરફ લઈ જઈ રહયા છે.જે આધારે એલસીબીના સ્ટાફે બેરણા ગામની સીમમાં આવેલ એક હોટલ નજીક નાકાબંધી કરી હતી જયાંથી બાતમી મુજબ પ્રસાર થઈ રહેલ બંધ બોડીનું વાહન પસાર થતાં પોલીસે તેને અટકાવી દિધી હતી ત્યારબાદ તેમાં બેઠેલા બે જણાની પુછપરછ કરતાં તેમાં પ્રદિપ મહેન્દ્ર નાયી (હરીયાણા), બીન્ટુ છજુરામ નાયી હોવાની કબુલાત કરી હતી ત્યારબાદ પોલીસે બંધ બોડીના વાહનમાં તપાસ કરતાં તેમાંથી પાસ પરમીટ વિનાની અંદાજે રૂ.ર૮.૦૭ લાખની કિંમતની ૪૩૭ પેટીમાં ભરેલ ૮૭૦૦ દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂની હેરાફેરી કરવા માટે દસ્તાવેજો રજુ કરવા બંને જણાને કહયું હતુ. પરંતુ આ બંને જણાએ દસ્તાવેજો રજુ કર્યા ન હતા.
ત્યારબાદ પોલીસે રૂ.ર૮.૦૭ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો રૂ.રપ૦૦ના બે મોબાઈલ તથા રૂ.૧૦ લાખનું વાહન મળી અંદાજે રૂ.૩૮.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પુછપરછ દરમ્યાન પકડાયેલા બંને જણાએ રાજકુમાર તથા વિદેશી દારૂ મંગાવનાર અંગે વિગતો રજુ કરતાં એલસીબીએ ચારેય વિરૂધ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

જીજ્ઞેશ સોની હિંમતનગર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    અહેવાલ:- કનુભાઈ ખાચર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં…

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.