
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
પોલીસે બે ગાડી અને મોબાઈલ સહિત રૂપિયા 9 લાખનો મુદ્દા માલ કબજે લીધો.
સાબરકાંઠા એસઓજીએ ગાંજાની ડિલેવરી આપતા ઝડપી લીધા:
સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે મંગળવારે ઇડર તાલુકાના સાબલવાડ ગામની સીમમાંથી માદક પદાર્થ ગાંજાની ડિલેવરી આપવા આવેલા બે તથા અન્ય ત્રણ જણાને 4.050 કિલોગ્રામ જથ્થા સાથે એસઓજીએ અંદાજે રૂપિયા ૯ લાખથી વધુના બે વાહન સહિત મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ પકડાયેલા પાંચેય વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશનના એનડીપીએસ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે એસઓજીના પી.આઇ. ડી.સી. સાકરીયા તથા તેમના સ્ટાફના જણાવ્યા મુજબ મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે ઇડર તાલુકાના સાબલવાડા ગામની સીમમાં એક બોલેરોમાં કેટલાક લોકો માદક પદાર્થ તરીકે ઓળખાતા ગાંજાની ડિલેવરી આપવા માટે આવી રહ્યા છે. જે આધારે એસઓજીએ વોંચ ગોઠવીને સાબલવાડ ગામની સીમમાં આવેલ બોલેરો નં.જીજે.૮.એ.ઇ.૬૬૭૮માં બે ઇસમો અંદાજે ૪ કિલો ગાંજો આપવા માટે આવ્યા હતા. જયાં કાર નં.જીજે.૦૧.કે.ક્યુ.૦૯૪૪માં આવેલા ત્રણ જણા ડિલેવરી લઇ રહ્યા હતા. ત્યારે એસઓજીના સ્ટાફે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ પુછપરછ કરાતા તેમાં પોશીના તાલુકાના વલસાડી ગામના હોનાભાઇ ભાડાભાઇ બુબડીયા, રમેશભાઇ નવલાભાઇ બુબડીયા, અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ઇમ્તીયાઝભાઇ મુખત્યારભાઇ શેખ, દાણીલીંમડાની બુધાલાલની ચાલીમાં રહેતા ફિરોજખાન રહીમખાન પઠાણ અને પરિક્ષીતલાલ નગરમાં રહેતા મોહમંદ આકીબ ઉસ્માનભાઇ અંસારીની પુછપરછ કરી હતી. જેમાં તેમણે માદક પદાર્થની હેરાફેરી કરવા માટે કોઇ દસ્તાવેજી પુરાવા રજૂ ન કરતા એસઓજીએ પાંચયે જણાને રૂપિયા ૧૦ હજારના બે મોબાઇલ અને બે ગાડી સાથે અંદાજે રૂપિયા ૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ પકડાયેલા પાંચેય વિરૂધ્ધ એસઓજીએ એનડીપીસી એકટ અંતર્ગત ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.