ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

Views: 138
1 0
Read Time:7 Minute, 55 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

ગાંધી ના ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલીઃચાર મહાનગરોમાંથી કુલ ૨ કરોડ, ૬૦ લાખથી વધુનો દારૃ પકડાયો છે, જેમાં સૌથી વધુ દારૂ વડોદરા શહેરમાંથી ઝડપાયો જયારે જુગારમાં સુરત શહેર માં 12 કેસ થયા છે.

 સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની 33 જિલ્લા અને શહેરમાં સ્થાનિક પોલીસની મિલીભગત, આંખ મીચામણા કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેર મુદ્દે વિવિઘ જગ્યા પર દરોડા પાડવામં આવે છે, અને કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધવામાં આવ્યા છે. ચોંકવનારી વાત તો એ છે કે સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાંથી સૌથી વધુ ૧.૪૭ કરોડ રૃપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો હતો. જેને લઈને વડોદરા પોલીસ દારૂ પકડવામાં નિષ્ક્રિય રહેતી હોય કે પછી તેની અનદેખી કરતી હોય તેવું ફલિત થાય છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૬૧ લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં ૯૦ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. સુરત શહેરમાં 28 કેસકરવમાં આવ્યા 20 કેસ 51 લાખનો દારૂ પકડ્યો જયારે રાજ્યના વિવિધ રેંજની વાત કરીએ સુરત રેંજમાં સૌથી વધારે ૩.૯૨ કરોડ રૃપિયાનો દારૂ જપ્ત કરાયો હતો. આ સાથે વર્ષ દરમિયાન ૨૨.૫૨ કરોડ રૃપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં રેલવે માં અમદાવાદ 2 કેસ 1 ગણનાપાત્ર જેમાં 1.77 જયારે વડોદરામાં રેલવેમાં 4 કેસ 3 ગણનાપાત્ર ,મળી ને 4.39 લાખનો દારૂ પકડ્યો હતો .જયારે જુગારમાં 79 કેસ જેમાં ગણનાપાત્ર કેસ 76 કાર્ય હતા જેમાં 80 લાખનો રોકડા અને મુદ્દામાલ મળી ને 369 કરોડ પકડ્યો હતો શહેર ની વાત કરીએ એ તો સુરત શહેરમાં 12 કેસ જેમાં 11 ગણનાપાત્ર મળી ને 11.97 લાખ ને મુદ્દુમાલ મળીને 34.25 લાખ નો પકડ્યો હતો ,સુરત રેન્જ માં 6 કેસ 1.72 લાખનો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી હોવાથી રાજ્યમાં આવેલા 33 જિલ્લા અને શહેરમાં તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને એસએમસીના દરોડાથી સસ્પેન્ડ થવાનો ડર સતત રહેતો હોય છે…..?. વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યના 33 વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કરવામાં આવેલી પ્રોહિબીશનની કામગીરીના ચોંકાવનારા આકડા સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન એસએમસીએ ૪૫૫ કેસ પૈકી ૩૪૭ જેટલા ક્વોલીટી કેસ નોંધીને ૨૨.૫૨ કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ ૫૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ કમિશનરેટની હદમાં દરોડાની વાત કરીએ તો અમદાવાદમાં ૬૧ લાખ, વડોદરામાં ૧.૪૭ કરોડ, સુરતમાં ૫૧ લાખ અને શહેરમાં માત્ર ૪૮ હજાર રૃપિયાનો જ દારૃ જપ્ત કરાયો હતો. જ્યારે વિવિધ રેંજ પૈકી સુરત રેંજમાં સૌથી વધારે ૩.૯૨ કરોડ રૃપિયાનો દારૃ, અમદાવાદ રેંજમાં ૧.૪૫ કરોડ રૃપિયાનો દારૂ, ગાંધીનગર રેંજમાં ૨.૮૮ કરોડ રૂપિયાનો દારૂ, વડોદરા રેંજમાં ૨.૪૬ કરોડ રૂપિયાનો દારૃ, ગોંધરા રેંજમાં ૧.૯૩ કરોડ રૂપિયા દારૂ, રાજકોટ રેંજમાં ૩.૬૪ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ,બોર્ડર રેંજમાં ૨.૫ કરોડ રૃપિયાનો અને ભાવનગર રેંજમાં ૧.૩૫ કરોડ રૃપિયાનો દારૂ દરોડાની કામગીરી દરમિયાન જપ્ત કરાયો હતો. સૌથી ઓછો રૂપિયા ૧૨.૫૯ લાખનો દારૂ જૂનાગઢ રેંજ અને રેલવે પોલીસની હદમાંથી ૬.૭૧ લાખ રૃપિયાનો દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન પ્રોહીબીશન, સટ્ટા બેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ૯૨ જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી ૭૬ આરોપીઓ અને અન્ય રાજ્યોમાંથી ૧૬ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા હતા.રાજ્યના ડીજીપી વિકાસ સહાય ના માર્ગદર્શન હેઠળ કાર્યરતઃ એસએમસીના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસી કે.ટી. કામરિયાએ ગાંધીનગરથી સમગ્ર રાજ્યમાં પોતાના બાતમીદારોના નેટવર્કને આધારે કરવમાં આવેલી પ્રોહિબીશનની કામગીરીને કારણે અનેક પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારી ઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં પીઆઇ 5 અને પીએસઆઇ 15 સહીત 65 પોલીસ કર્મચારી ઓ એ દારૂ હોય કે સટ્ટા બેટીંગ કરતા ગુનેગારને અન્ય રાજ્ય માં હોય કે વિદેશ હોય તેને પકડીને જેલ ભેગા કર્યા હતા ડી વાય એસપી કે.ટી. કામરિયાં ની છબી લઈને રાજ્યમાં ગેરકાયેદસર વેપલા કરતા ગુનેગાર ને પોલીસ નો ડર બતાવ્યો હતો . તેથી તપાસ દરમિયાન પોલીસ અધીકારી હોય કે કર્મચારી પર પગલાં ભરતાં અચકાતા નહિ હતા જે સત્ય હોય તે રિપોર્ટ રાજ્યના ડી.જી.પી સોંપતા હતા જેના લઈને ડીજીપી દ્વારા પોલીસ અધીકારી હોય કે કર્મચારી ને સસ્પેન્ડ કે તાત્કાલિક અસર થી જિલ્લા કે શહેર બહાર બદલી કરવાનો આદેશ આપવ્યો હતો જેમાં દુબઇ થી સટ્ટા બેટીંગ ની માસ્ટર માઈન્ડ દિપક ઠક્કર ને સ્ટેટ મોનિટરિંગ સેલે ના કે.ટી. કામરિયાં નેતુત્વ હેઠળ લાવમાં આવ્યો હતો તેમજ શેરબઝાર કે કોલ સેન્ટર ,કોલસા ,ડીઝલ ,કેમિકલ ચોરી પકડાયેલા કે રાજેસ્થાન થી વિદેશી દારૂ નો વેપલો કરતા ગુજરાત બુટલેગર અને અન્ય રાજ્યના બુટલેગર મળી ને 92 ગુનેગાર પકડી પાડી ને રાજ્ય વિવિઘ જેલ ભેગા કર્યા હતા આજે પણ કેટલા ગુનેગારને જામીન પણ વિવિઘ કોર્ટ માંથી મળ્યા નથી ….તે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની કામિયાબી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    અહેવાલ:- કનુભાઈ ખાચર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં…

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.