
Read Time:2 Minute, 51 Second
યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો
સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ જ ખતરનાક પુરવાર થયું છે. પત્રકારો માટે સતત બીજું વર્ષ જીવલેણ સાબિત થયું છે. વર્ષ ૨૦૨૪માં પોતાની ફરજ નિભાવતાં ૬૮ પત્રકારોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પત્રકારો અને મીડિયાકર્મીઓને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા છે. તે પૈકી ૬૦ ટકા ઘટના અથડામણો અને યુદ્ધનો સામનો કરી રહેલા દેશોમાં બની છે. વીતેલા એક દાયકાની પત્રકારોના મૃત્યુની આ સૌથી મોટી ઘટના છે. ઓડ્રી અજુલે કહ્યું કે અથડામણો અને યુદ્ધ સંકટથી પ્રભાવિત વસતીની મદદે પહોંચીને વિશ્વને જાણકારી આપીને જાગૃત કરવું ખૂબ જરૂરી હોય છે. પત્રકારોને આવા કાર્ય માટે જીવ ગુમાવવો પડે તે વાત અસ્વીકાર્ય છે. તેમણે તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષાસુનિશ્ચિત કરવા પગલાં ભરવા આહ્વાન કર્યું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૪માં માર્યા ગયેલા કુલ ૬૮ પત્રકારો પૈકી ૪૨ પત્રકારો અથડામણો અને યુદ્ધસંકટનો સામનો કરી રહેલા દેશોમાં માર્યા ગયા છે. પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર અને મીડિયાકર્મીના મૃત્યુ થયા હતા.
-
ઇતર ઘટનાઓમાં ૨૬ પત્રકારોનાં મૃત્યુ