
સરકાર દર વર્ષે લાખો વૃક્ષો વાવી કરોડો રૂપિયાનું આંધણ કરે છે, અને બીજી બાજુવ ઉછરેલા વૃક્ષો કાપવાની છુટ્ટી આપી દે છે, તો પછી વૃક્ષારોપણ કરવાની જરૂર શી?? જો ખેતરોના શેઢે ઉછરેલા લીમડો,બાવળ વિગેરે વૃક્ષો કાપવાની મંજૂરી આપે તો એનો સીધો ફાયદો શો મિલો વાળાને થવાનો છે, એક બાજુ સરકાર ખેતરોના શેઢે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે સરકાર જાહેરાત કરે અને બીજી બાજુ તાર ફેંસિંગમાં સબસીડી આપી શેઢે વાવેલ વૃક્ષોને કાપવા માટે સબસિડીની લાલચમાં ખેડૂતોને લાલચ આપે તો લાલચી ખેડૂતો બાળકોની જેમ ઉછરેલા વૃક્ષોને વેચી દે.. અને પછી એ જ ખેડૂત નાના બાળકને માટે ઘોડિયું કે કોઈ ઘરનું અવસાન પામે ત્યારે અગ્નિદાહ માટે લાકડું લાવે ત્યારે બમણા ત્રમણા પૈસા ખર્ચે છે, છતાં ખેડૂતો વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે, સરકારની મંજૂરી ના લીધે, પોલીસ, વન વિભાગ, મામલતદાર સહિતના સરકારી કર્મચારીઓ ધોળા દિવસે લીલા વૃક્ષોના લાકડાં ભરી ખુલ્લેઆમ જતા ટ્રેક્ટરોને જોઈ રહે છે,મજબૂરી તો જુવો.. ખરેખર સરકાર દ્વારા આ રીતે વૃક્ષોનું નિકંદન કાઢવા માટે મંજૂરી નહીં આપી હોય.. જરા વિચારવું જરૂરી છે, વૃક્ષ /વૃક્ષારોપણ /વનવિભાગ /ખેડૂત /સ્વરૂપજી