સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં તા.૧૪ મી ડિસેમ્બરનારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

Views: 50
0 0
Read Time:2 Minute, 22 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં વર્ષ-૨૦૨૪ની ચોથી અને આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ-૧૦૨૧૦ કેસોનો સમાધાનથી નિકાલ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૧૪.૧૨.૨૦૨૪ નારોજ વર્ષ-૨૦૨૪ની ચોથી અને વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી કે.આર.રબારી,સચિવ પી.કે.ગઢવીની અધ્યક્ષતામાં સાબરકાંઠા જીલ્લામાં તા.૧૪મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરાયું. જેમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તથા તાલુકા કોર્ટના બાર એસોસિયેશન, વકીલઓ,પક્ષકારો, અદાલતમાં ફરજ બજાવતા કર્મચારી મિત્રો સહભાગી થઈ ને લોકઅદાલત ને સફળ બનાવવામાં પૂરતું યોગદાન આપ્યું.

જેમાં સાબરકાંઠા જીલ્લામાં મોટર અકસ્માત વળતળ ના કેસોમાં કુલ-૩૮ કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.૧,૦૪,૫૦,૦૦૦/- નું વળતળ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

જીલ્લામાં કાર્યરત મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ ના એમ કુલ-૬૫૯૨ કેસો, રકમ રૂ.૨૫,૫૮,૧૪,૪૭૩.૨૩ ના કેસોનું સમાધાનથી નિકાલ કરવામાં આવ્યું તેમજ ટ્રાફિક ઈ-ચલણ સહિત બેંક લેણાંના કેસો, વીજ બીલ, પાણી બીલ, વીજ ચોરી, રેવન્યુ, જેવા બીજા અન્ય પ્રિ-લિટીગેશન કેસોમાંથી કુલ-૩૬૧૮ કેસો, રકમ રૂ.૧,૬૧,૭૭,૦૨૦.૨૫ ના કેસોનું સુખદ સમાધાનથી નિકાલ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    અહેવાલ:- કનુભાઈ ખાચર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં…

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.