અમદાવાદ: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે ગઈ કાલે બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી 14 નકલી ડૉક્ટર ઝડપાયા છે. જેમાં સુરત ઝોન-4 પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડૉક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં અન્ય બોગસ ડૉક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બોર્ડ ઓફ હોમિયોપેઠીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. જેમાં BEHM.COM ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે. સુરત ઝોન-4ના DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ડૉક્ટરના ક્લિનિક પર તપાસ કરીને તેમની પાસે ડિગ્રી માગી હતી. જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા માન્ય નથી તેવું BEMS (Bachelor of Electro Homeopathy Medical Science)નું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે આ ડિગ્રી બોગસ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલમાં આ શખસોની ટીમ 70 હજારમાં ડિગ્રી આપવાની વાત કરતા હતા. જેમાં આ ડિગ્રીઓ રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવતી હોવાની જાણકારી મળી છે. ગુજરાતમાં(Gujarat)અધિકારીઓથી લઈને ટોલનાકા સુધી નકલીની બોલબાલા છે. જેમાં પોલીસ અને સરકારી નકલી અધિકારીઓ અને નકલી ઓફિસો ઝડપાઇ છે. તેવા સમયે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED) ની નકલી ટીમ પકડાઈ હોવાની માહિતી સાંપડી છે. જેમાં મળતી માહિતી મુજબ ઇડીની આ નકલી ટીમ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણાં ઉધરાવતા હતા. આ કેસમાં પૂર્વ કચ્છ પોલીસે અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરી છે. જેમાં આ ટીમના લોકો અમદાવાદ, ભુજ સહિત રાજ્યના અનેક શહેરોમાં ઇડીના નકલી અધિકારી બનીને વેપારીઓ પાસેની નાણાં ઉધરાવતા હતા.
Read Time:3 Minute, 14 Second