હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો.

Views: 42
0 0
Read Time:2 Minute, 43 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

મહિલા જાગૃતિ સેમિનારમાં ૭૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી બની

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડી.આઈ.જી તેમજ પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે યોજાયો હતો. 

મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડ લાઈન,કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી,મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપી હતી.

 આજકાલ સૌ થી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઇલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાયછે. ત્યારે સાયબરના અધિકારીઓ દ્રારા સાયબરને લગતા ફ્રોડ,ડિજિટલ એરેસ્ટ વિડીયો ફ્રોડ, પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી, નવા કાયદાઓની અમલવારીની જાણકારી, તથા ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી. 

 આ સાથે વિદ્યાર્થીનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડટચ બેડટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી આપી હતી. અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩, નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ-૨૦૨૩,ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩ની માહિતી આપવામાં આવી હતી.તેમજ જિલ્લા પોલીસની શી ટીમની કામગીરી, અભયમ હેલ્પલાઇન ૧૮૧ની કામગીરી,સાયબર ફ્રોડમાં ૧૯૩૦ ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતે પણ આ વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સેમિનારમાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી સહિત શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર ડી.વાય.એસપી કચેરી સહિતના પોલીસ સ્ટેશનના નિરીક્ષણ બાદ આજે સેરોમોનિયલ પરેડ નિરીક્ષણ કર્યું વાર્ષિક ઇન્સ્પેકશનને લઈને ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ સાબરકાંઠાની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.…

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    પ્રેસ નોટ ગઇ તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મહિલા પો.કો. શારદાબેન ભેરાભાઇ ડાભી નાઓ પોતાના ઘરે બહેરામપુરા થી એકટીવા મો.સા. લઇ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    વારે આત્મનિર્ભર ગુજરાત: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સહિત બોગસ ડોક્ટર નકલીની બોલબાલા

    વારે આત્મનિર્ભર ગુજરાત: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સહિત બોગસ ડોક્ટર નકલીની બોલબાલા

    સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં 14 મી ડિસેમ્બરે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

    હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો.

    હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો.

    હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું:

    હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું: