રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
નવા વર્ષે હિંમતનગરમાં હિંમતનગર વિધાનસભાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારનું ડૉ. નલિનકાંત ગાંધી ટાઉનમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા અને સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
હિંમતનગરમાં ડૉ નાલિનકાન્ત ગાંધી ટાઉન હોલમાં સ્નેહ મિલન સમારોહનું દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ થયો હતો.ત્યારબાદ મંચસ્થ આમંત્રિત મહેમાનોએ એક પછી ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરોને નવા વર્ષની શુભકામના ઓ આપી હતી.હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાએ નવા વર્ષે પ્લાસ્ટિક મુક્ત અને ગંદકી મુક્ત કરવાની વાત મૂકી હતી.તો જિલ્લાના પૂર્વ પ્રમુખ જે.ડી.પટેલ જૂનું ભૂલીને નવા વર્ષની શરૂઆત કરવાની વાત કરી હતી સાથે પર્યાવરણની ચિંતા કરી હતી.જિલ્લા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવરે સંગઠન ની વાત કરીને સક્રિય સભ્યો અને બુથ સમિતિની રચના અંગેની કેટલીક વાતો મૂકી હતી અને સદસ્યતા અભિયાન પર ભાર મુક્યો હતો.જ્યારે હિંમતનગર ના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ ચૂંટણી બાદ કરેલા કામોની વાતો સાથે આગામી દિવસમાં હરણફાળ વિકાસ થવાનો છે.જેની વાતો કરી હતી નેશનલ હાઇવે રોડ અને ઓવરબ્રિજ બનતા ટ્રાફિક હળવો કરવા માટેની તૈયારીઓ અને વિકલ્પો વિશેની વાત કરી હતી.તો પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કુ.કૌશલ્યકુવારબા એ પણ નવા વર્ષની શુભકામના સાથે વિકાસ અંગેની વાત કરી હતી.
તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા જયશ્રીરામ સાથે પોતાની વાતની શરૂઆત કરી હતી.એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવા હાંકલ કરી હતી.સ્નેહ મિલનના અંતે સાબરકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે શરૂઆતમાં દેશના વડા પ્રધાનની સાબરકાંઠામાં વધુ રહ્યા હોવાની વાત સાથે પડેલી તકલીફોને સત્તામાં આવ્યા બાદ દૂર કરવાની શરૂઆત કરી હતી જેમાં વીજળી,108 ની સેવા,આયુષમાન યોજના,ખેડૂતો માટે ટેકાના ભાવની શરૂઆત કરી હોવાની વાત કરી આગામી દિવસમાં એક થઈને ભાજપના શાસનને શિખર પર લઈ જવાની વાત કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કુ.કૌશલ્યકુવારબા પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, હિંમતનગર નાગરિક સહકારી બેન્ક ના ચેરમેન હિરેન ગોર,જિલ્લા સંઘના ચેરમેન જેઠાભાઇ પટેલ
નગરપાલિકા ના કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ, તાલુકા અને શહેરના સંગઠનના હોદ્દેદારો અને અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.