પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો હથિયારો પ્રિયાંશુ જૈન હત્યા કેસ : દારૂના નશામાં છરીના ઘા માર્યા બાદ ડરીને મિત્રની કારને લઇને પંજાબ નાસી ગયો હતો હત્યારો કોન્સ્ટેબલ

Views: 82
0 0
Read Time:6 Minute, 12 Second

અમદાવાદ શહેરના બોપલમાં ચાર દિવસ પહેલા વાહન ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે આરોપીની પંજાબથી ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હત્યાની રાત્રે તેણે દારૂના નશામાં હુમલો કર્યો હતો. બાદમાં તે પોલીસથી બચવા માટે ફરવાના બહાને તેના મિત્રની કાર લઇને પંજાબ તરફ ફરાર થઇ ગયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમ ગુરૂવારે સાંજ સુધીને તેને અમદાવાદ લાવશે. અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલા એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ માઇકામાં અભ્યાસ કરતો પ્રિયાંશુ જૈન તેના મિત્ર સાથે રવિવારે રાત્રે બાઇક પર પરત જતો હતો. ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે જતી કારના ચાલકને પ્રિયાંશુએ ઠપકો આપીને ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે ઝપાઝપી કરીને તેને પડખામાં છરીના ઘા માર્યા હતા. ત્યારબાદ પ્રિયાંશુને ખાનગી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. બોપલ હત્યા કેસમાં બોપલ પોલીસ, ગ્રામ્ય એલસીબી અને એસઓજી ઉપરાંત, અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ કામે લાગી હતી. જેમાં ક્રાઇમબ્રાંચના પીઆઇ મહેન્દ્ર સાલંકીની ટીમ દ્વારા ઘટના સ્થળેથી આસપાસના એક કિલોમીટરના વિસ્તારમાં સીસીટીવી ફુટેજની તપાસ કરતા એક નંબર પ્લેટ વિનાની કાળા રંગની હેરીયર કાર જોવા મળી હતી. જો કે ત્યારબાદ તપાસ કરતા કાર અંગે ભાળ મળી નહોતી. જેથી અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન કાર બોપલમાં રહેતા એક વ્યક્તિને ત્યાંથી મળી હતી. પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ‘રવિવારે રાતના વિરેન્દ્રસિંહ તેના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે તે સીક લીવ પર હોવાથી પંજાબ-હરિયાણા ફરવા જવાનો છે. પરંતુ, તેની કારમાં નંબર પ્લેટ ન હોવાથી તે કાર મુકીને તેના મિત્રની કાર લઇને નીકળી ગયો હતો.’ પોલીસને જાણવા મળ્યું હતું કે, વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. આમ, પોલીસને હત્યા કેસમાં મહત્વની કડી મળી હતી. 

ફાસ્ટેગથી કપાતા નાણાંના મેસેજથી કરાયો હતો : ટ્રેક વિરેન્દ્રસિંહ તેના મિત્રની જે કાર લઇને ગયો હતો તે કારના હાઇવે પરના ટોલનાકાથી ફાસ્ટેગ દ્વારા કપાતા નાણાંના મેસેજને ટ્રેક કરતા જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાના અજમેર અને અલવર થઇને પંજાબમાં પ્રવેશ્યો છે. જેથી અમદાવાદ ક્રાઇમબ્રાંચની એક ટીમને મોકલવામાં આવી હતી અને પંજાબના સંગુદર હાઇવે પરથી કાર સાથે વિરેન્દ્રસિંહને ઝડપી લીધો હતો. હાલ પોલીસની ટીમ તેને લઇને અમદાવાદ પરત આવી રહી છે. 

પ્રિયાંશુની હત્યા કર્યાનું કબૂલ્યું : પ્રાથમિક તપાસમાં તેણે કબૂલ્યું હતું કે પ્રિયાંશુએ ઠપકો આપતા તેણે છરીને ઘા પડખામાં માર્યા હતા, ત્યારે જ સમજી ગયો હતો કે તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેથી બચવા માટે નાસી ગયો હતો. બીજા દિવસે સવારે તેને પ્રિયાંશુનું મોત થયાનું પણ જાણવા મળ્યું હતું. અમદાવાદ ક્રાઇમબ્રાંચ તેને પરત લાવીને બોપલ પોલીસને સોંપવાની કામગીરી પૂર્ણ કરશે.

પોલીસને મલ્ટી ટ્રેકિંગ ઇન્વેસ્ટીગેશન સિસ્ટમથી સફળતા મળી

ચકચારી હત્યા કેસની તપાસ કરવા માટે ક્રાઇમબ્રાંચે મલ્ટી ટ્રેકિંગ સિસ્ટમ અપનાવી હતી. જેમાં ઘટના સ્થળેથી પસાર થતા તમામ રસ્તાઓ પર અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી તપાસ્યા હતા. જેમાં કાળા રંગની હેરિયર કાર પર શંકા જતા તપાસ તે દિશામાં શરૂ કરી હતી. બીજી તરફ વિરેન્દ્રસિંહની કાર તેના મિત્રને ત્યાંથી મળવાની સાથે તેનો મોબાઇલ સ્વીચ ઓફ હતો. જેથી શંકા મજબુત બની હતી.

વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો

નિર્દોષ પ્રિયાંશું જૈનની હત્યામાં સંડોવાયેલો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ અનેકવાર વિવાદમાં આવ્યો હતો. સેટેલાઇટ પોલીસ મથકે ફરજ બજાવતો હતો ત્યારે તેને કોલ સેન્ટર કૌભાંડમાં સસ્પેન્ડ કરાયો હતો. બાદમાં તેની બદલી નારોલ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. જ્યાં તેણે પોલીસ સ્ટાફ સાથે તેમજ અનેક લોકો સાથે નાના-મોટા ઝઘડા કર્યા હતા. થોડા મહિના પહેલા તેની બદલી સરખેજ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. પરંતુ, 29મી ઓક્ટોબરથી તે સીક લીવ પર હતો. વિરેન્દ્રસિંહને દારૂ પીવાની ટેવ હોવાનું પણ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર ડી.વાય.એસપી કચેરી સહિતના પોલીસ સ્ટેશનના નિરીક્ષણ બાદ આજે સેરોમોનિયલ પરેડ નિરીક્ષણ કર્યું વાર્ષિક ઇન્સ્પેકશનને લઈને ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ સાબરકાંઠાની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.…

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    પ્રેસ નોટ ગઇ તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મહિલા પો.કો. શારદાબેન ભેરાભાઇ ડાભી નાઓ પોતાના ઘરે બહેરામપુરા થી એકટીવા મો.સા. લઇ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    વારે આત્મનિર્ભર ગુજરાત: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સહિત બોગસ ડોક્ટર નકલીની બોલબાલા

    વારે આત્મનિર્ભર ગુજરાત: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સહિત બોગસ ડોક્ટર નકલીની બોલબાલા

    સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં 14 મી ડિસેમ્બરે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

    હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો.

    હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો.

    હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું:

    હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું: