ડોક્ટર બન્યા હેવાન – ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ

Views: 101
1 0
Read Time:3 Minute, 49 Second

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડને લઈ સરકાર એક્શનમાં છે. ડૉક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડને લઈ સરકાર એક્શનમાં છે. ડૉક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે. સરકાર તરફથી સોલા સિવિલના ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા હતા. વસ્ત્રાપુર પોલીસ ફરિયાદમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર કાર્તિક પટેલ, ડૉક્ટર સંજય પાટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બી.એન.એસ ફેક્ટની સેક્શન 105, 110, 336 (2), 336 (3), 340 (1), 340 (2), 318, 61 કલમ હેઠળ એફ આઈ આર નોંધવામાં આવી છે. કડી પોલીસ મથકમાં પણ બે અલગ અલગ પોલીસ ફરીયાદ દાખલ થઈ છે. બંન્ને મૃતક દર્દીના સ્વજનોએ ડો. પ્રશાંત વજીરાણી, ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પાટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરી છે.

આ તરફ ખ્યાતિ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રદ કરી દેવાઈ છે. તો ઑપરેશન કરનાર ડૉક્ટરો પણ ઑપરેશન કરી શકશે નહીં. જે 7 વ્યક્તિનું ઓપરેશન કરાયું તેમને કોઈ બ્લોકેજ ન હોવાનો પણ ખુલાસો થયો છે તેમ છતાં ખ્યાતિ હોસ્પિટલે પેપર તૈયાર કરી 90 ટકા બ્લોકેજ હોવાનું દર્શાવી ઑપરેશન કરી નાખ્યું હતું. એટલે કે ખ્યાતિ હોસ્પિટલે જે ડોક્યૂમેન્ટ બનાવ્યા હતા એ તમામ ખોટા હતા. આ દર્દીઓ પૈકી જે દર્દીઓના સ્ટેન્ટ મુકવામાં આવેલ તેમની એન્જિયોગ્રાફીના ફીજીકલ ફાઇલની અંદરના રીપોર્ટ અને એન્જિયોગ્રાફીની સી.ડીમાં પણ વિસંગતતા આવી હતી. રિપોર્ટમાં જે દર્દીની ધમનીઓ બ્લોકેજ બતાવવામાં આવ્યું છે તેવું બ્લોકેજ સી.ડી.માં જોવા મળ્યું નથી. સાથે જ દર્દીની એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવા અંગે દર્દીની કે દર્દીના સગાની મેડીકલ પ્રોટોકોલ પ્રમાણે સંમતિ પત્ર લેવાયું નહોતું. આરોગ્ય વિભાગના અગ્રસચિવે પણ કહ્યું હતું કે કોઇ પણ દર્દીને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર નહોતી. ખ્યાતિ હોસ્પિટલે 7 વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. જેના પરિણામે સાત પૈકી બે વ્યક્તિના મોત થયા હતા. ખ્યાતિ હોસ્પિટલે કડીના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યો હતો. જ્યાંથી 19 ગ્રામજનોને બસમાં અમદાવાદ લાવી તેઓની એન્જિયોગ્રાફી કરી હતી જે પૈકી 7 વ્યક્તિની તો એન્જિયોપ્લાસ્ટી પણ કરી દીધી હતી. તેમાના 2 વ્યક્તિના મોત થયા હતી. આ ઘટનાને લઈને રાજ્ય સરકારે ડૉક્ટરોની ટીમ પાસે તપાસ કરાવી હતી જેમાં ખ્યાતિ હોસ્પિટલના કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ પ્રેસ કૉન્ફ્રેસમાં જાહેરાત કરી કે, હવે ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર ડી.વાય.એસપી કચેરી સહિતના પોલીસ સ્ટેશનના નિરીક્ષણ બાદ આજે સેરોમોનિયલ પરેડ નિરીક્ષણ કર્યું વાર્ષિક ઇન્સ્પેકશનને લઈને ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ સાબરકાંઠાની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.…

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    પ્રેસ નોટ ગઇ તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મહિલા પો.કો. શારદાબેન ભેરાભાઇ ડાભી નાઓ પોતાના ઘરે બહેરામપુરા થી એકટીવા મો.સા. લઇ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    વારે આત્મનિર્ભર ગુજરાત: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સહિત બોગસ ડોક્ટર નકલીની બોલબાલા

    વારે આત્મનિર્ભર ગુજરાત: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સહિત બોગસ ડોક્ટર નકલીની બોલબાલા

    સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં 14 મી ડિસેમ્બરે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

    હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો.

    હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો.

    હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું:

    હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું: