રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
સાબરકાંઠા અરવલ્લી અને ગુજરાતભરમાં સેવા ક્ષેત્રે અગ્રણી રહેનાર બી. ઝેડ ગ્રુપને પાંચ દિવસ પહેલા ટાર્ગેટ કરીને જમાવટ મીડિયામાં પોન્જી સ્કીમ હેઠળ તેર મિનિટનો વિડીયો દેવાંશી જોશી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેમાં બી ઝેડ ગ્રુપ, બી.ઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ, બી ઝેડ ટ્રેડર્સ અને બી.ઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધમાં સમાચાર પબ્લિશ કરવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે ભુપેન્દ્રસિંહ ઝાલાની લીગલ ટીમના જણાવ્યા પ્રમાણે આધાર પુરાવા અને કોઈપણ તથ્ય વિનાના આ સમાચાર ચલાવીને જમાવટ મીડિયા તથા પ્રાઈમ ન્યુઝ દ્વારા સુ-આયોજિત રીતે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ વાતને લઈને લીગલ ટીમ દ્વારા ખોટી રીતે સમાચાર પ્રકાશિત કરનારા જમાવટ મીડિયાના દેવાંશી જોશી અને સંકેતકુમાર જોશી સામે માનહાનીના દાવાની નોટિસ મોકલવામાં આવી છે.આ ઉપરાંત સોશિયલ મીડિયામાં કેટલાક સાપ્તાહિક માહિતી વિભાગના નિયમ વિરુદ્ધ આ જ રીતે બી.ઝેડ ગ્રુપની બદનામી થાય તેવા સમાચાર વહેતા કર્યા છે, માહિતી ખાતાના નિયમ મુજબ સાપ્તાહિક ચલાવતા લોકો સોશિયલ મીડિયામાં સાપ્તાહિકના નામે સમાચારની અથવા બ્રેકિંગની પ્લેટો ના મોકલી શકે એમ છતાં તે લોકો માહિતી ખાતાના નિયમ વિરુદ્ધ આ પ્લેટો મૂકીને બદનામીના પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે તે લોકો સામે પણ માનહાનિના દાવા સહિત પોલીસ ફરિયાદના ચક્રો પણ હવે ગતિમાન કરવામાં આવ્યા છે.