અવાર નવાર બનતી ઘટનાઓ માં અમુક પોલીસકર્મીઓ ના કારણે બીજા પોલીસકર્મીઓ પણ બદનામ થાય છે
5 નવેમ્બર ના રોજ રામોલ પોલીસ સ્ટેશન લૂંટ ની ઘટના અને અગાઉ સોલા પોલીસ સ્ટેશન ની લૂંટ ની ઘટનાઓ બની છે તો શું આવા લોભીયા પોલીસકર્મીઓ પર કોઈ કાર્યવાહી થશે કે નહીં?
અમદાવાદ: દીપક શાહ નામના વ્યક્તિ અને તેમની પત્નીએ ગૃહ રાજ્યમંત્રીને ઉદ્દેશીને તોડપાણી કરનાર પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ કર્યો હતો. દારૂની પરમિટ હોવા છતાં પોલીસકર્મીઓએ રીતસર લૂંટ ચલાવ્યાનો આરોપ વીડિયોમાં કરાયો હતો. અમદાવાદ રિંગરોડ પર 5મી નવેમ્બરે બનેલી ઘટના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. વિયેતનામના પ્રવાસેથી પરત ફરી રહેલા વડોદરાના એક દંપતી સાથે અમદાવાદ એરપોર્ટથી એક્સપ્રેસ હાઈવે પર રામોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ગંભીર ગેરવર્તણૂક કરી હતી. દારૂની કાયદેસરની પરમિટ હોવા છતાં પોલીસકર્મીઓએ દંપતી પાસેથી બળજબરીથી રોકડ રૂપિયા 12 હજાર, દારૂની બોટલ અને વિદેશી ચલણ ડોલર પડાવી લીધા હતા. આ ઘટનામાં પીડિત દંપતીએ હિંમત દાખવીને સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમની આ લડતનું સકારાત્મક પરિણામ આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા તેમના નિવાસસ્થાને જઈને તમામ પડાવી લીધેલી વસ્તુઓ, જેમાં ડોલર અને અન્ય સામાનનો સમાવેશ થાય છે, તે પરત કરવામાં આવી હતી. વધુમાં, આ ગંભીર ગેરવર્તણૂકના કિસ્સામાં દોષિત પોલીસકર્મી હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ દાનાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દ્વારા પોલીસ તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પોલીસકર્મીઓની ગેરવર્તણૂક સામે કડક પગલાં લેવામાં આવશે. અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન ની તોડ કરતા એક પોલીસ કોસ્ટેબલ અને બે હોમગાર્ડ સહિત સસ્પેન્ડ કરવામાં આવેલ આવો જ કિસ્સો આ અગાઉ સોલા સોલાની હદમાં બી બનેલ તો શું આવા પોલીસવાળાઓના હિસાબે સમગ્ર પોલીસ બદનામ થઈ રહી છે