અગાઉ ગાંભોઈ પોલીસ ગેરકાયદે દેશી વિદેશી દારૂ ના ચાલતા અડ્ડાઓ વિશે બદનામ થઇ ગઇ છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના બીટ જમાદારો એ પોલીસ ખાતાનાં કેટલાક ચોક્ક્સ પરિબળો દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામને વટાવીને તેમને અંધારામાં રાખીને દિવાળીની ઉઘરાણી કરી હોવાની જોરદાર ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. જો કે આ ઉઘરાણીમાં પણ મોટી રકમ સગેવગે કરી હોવાનું મનાય છે.
પોલીસ ખાતામાં એક એવી સામાન્ય છાપ રહેલી છે કે દિવાળી આવે એટલે નાની મોટી ઉઘરાણી કરવી. જેમાં કોઇ પ્રેમથી આપે કે કોઇ નાછૂટકે આપે જિલ્લાના મોટા પોલીસ અધિકારીઓના નામે ઉઘરાણું કરી મસ મોટી રકમ સગેવગે કરી ખિસ્સા ભર્યાનું ચર્ચાઇ રહ્યું છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાની છાપને દાગ ન લાગે માટે તેની ખાનગીમાં તપાસ કરીને જે તે પોલીસકર્મીની સામે કાર્યવાહી કરીને તેને ખુલ્લો પાડવો જોઇએ. જેથી બીજીવાર કોઈ કર્મચારી આવી હરકત કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને બદનામ ના કરે.
દિવાળી આવતા જ સાબરકાંઠા પોલીસના ઉચ્ચ અધિકારીઓના નામે બજારમાંથી મોટી ફેક્ટરીઓ તથા બે નંબરનો ધંધો કરતા લોકો પાસેથી મસમોટી રકમ ઉઘરાવીને તેમ જ પોતાના મળતીયાઓમાં અંદરો-અંદર વહેંચણી કરી ખિસ્સામાં મૂકી હોય તેવું અત્યારે જિલ્લામાં ચર્ચાનું પાત્ર એટલે કે ટોક ઓફ ધી ટાઉન બની છે.
જો કે આ સમગ્ર ઉઘરાણાં અંગે ઉચ્ચ અધિકારી કાંઈ જાણતા નથી. તેમની જાણ બહાર તેમના નામે આ ઉઘરાણાંનો ખેલ પાડવામાં આવ્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાનું કારણ બન્યું છે.
આ અંગે એક જાગૃત નાગરીકે ગૂજરાત રાજ્યના ગૃહમત્રી તથા રાજ્ય પોલીસ વડા અને એસીબી ને આ ઉઘરાણા અંગેની લેખિત જાણ કરતા ખાનગી રાહે તપાસના ચકો ગતિમાન કર્યાં છે જેથી ગાંભોઈ પોલીસના ઉઘરાણા કરતા વહીવટદારો અંગેની વિગતવાર રજૂઆત જાગૃત નાગરિકે એસીબીમાં કરતા લાંચિયા કર્મચારીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે.