પહેલાના સમયમાં અમદાવાદ ક્રાઈમનો દબદબો હતો. પરંતુ આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની નિષ્ક્રિયતા ચર્ચાને વિષય બની છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ પોલીસ ખાતામાં પહેલા લોકલ પોલીસ સ્ટેશન તેમજ ઝોનનો વહિવટ કરનાર વહિવટદાર હાલ ક્રાઈમ નો વહિવટ કરી રહ્યા છે. જે સક્રિય રીતે દેશી અને ઈંગ્લીશ દારૂના બુટલેગરો માટે આશીર્વાદ રૂપ બનેલ ચૌધરી કે માલધારી સમાજના આ વહિવટ દ્વારા સમગ્ર અમદાવાદમાં ક્રાઈમ નો વહિવટ સંભાળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ સદંતર નિષ્ક્રિય બની ગયી છે. પહેલા તહેવાર સમયે તેમજ દિવાળીના સમયની આસપાસ અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવતી હતી અને દેશી તેમજ ઈંગ્લીશ દારૂના બુટલેગરો ને પકડીને તેમજ દેશી તેમજ ઈંગ્લીશ દારૂને વિપુલ પ્રમાણમાં જથ્થો પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હતી. જયારે હાલ કેટલાય સમયથી ક્રાઈમ બ્રાન્ચ ની કામગીરી ઓછી જેવા મળે છે. ક્રાઈમ બ્રાન્ચ હવેલીમાં ચાલતી ચર્ચા ઓ મુજબ આ વહીવટદારે વહીવટ સંભાળ્યા બાદ શહેરના તમામ મોટા દેશી તેમજ ઈંગ્લીશ દારૂના બુટલેગરો સાથે ડાયરેકટ હપ્તાની વ્યવસ્થા થયેલ હોય અને તમામ બુટલેગરો આ વહીવટદાર ને હપ્તાના પૈસા આપી દે. ત્યારબાદ કોઈ ક્રાઈમ ના અધિકારી ની હિમત નથી કે ત્યા રેડ કરી શકે. જો કોઈ ક્રાઈમ ના અધિકારી રેડ કરે તો ડાયરેકટ બુટલેગરો આ વહિવટદાર ને ફોન જોડી આપીને તેમના અડ્ડા પરથી પોલીસને ભગાડી મુકે છે. હાલ આ વહિવટદાર ના લીધે ક્રાઈમ બ્રાન્ચ કોઈ મોટી રેડ અમદાવાદ શહેરમાં કરી શકતી નથી. જો અમદાવાદ ક્રાઈમ ના ઉચ્ચ અધિકારીની આમાં સાઠગાંઠ ના હોય તો તેઓ કેમ ક્રાઈમ ની દારૂ અને જુગાર પર ડ્રાઈવ રાખતા નથી ? ઉચ્ચ અધિકારીને આવી ડ્રાઈવ રાખતા કોણ રોકી રહ્યું છે? જો આવી જ રીતે હપ્તા રાજ ચાલતું રહેશે તો આની રજુઆત ગુહ ખાતામાં કરવામાં આવશે. ગાંધીજી ના ગુજરાતમાં અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારના ધંધાઓ ની દલાલી કરનાર આવા વહિવટદારો તેમજ હાલ ખાતામાં ચાલુ વહિવટદારો પર ગુજરાત સરકાર કયારે પગંલા લેવાની છે. ભવિષ્યમાં લઠ્ઠાકાંડ જેવી ધટના બને તો નાના પોલીસ કોન્સ્ટેબલ કે સ્થાનિક પોલીસ પર દોષનો ટોપલો ઢોળી દેનારા આવા ઉચ્ચ અધિકારીઓ કે તેમના વહિવટદારો વિરુદ્ધ કયારેય પગલા લેવાયા નથી. જો અમદાવાદ શહેરમાં જાહેરમાં આવા ધંધાઓ ચાલતા હોય અને ઉચ્ચ અધિકારીઓ તેનાથી અજાણ હોય તો તે વાત શક્ય નથી. હવે જોવાનું એ છે કે ક્રાઈમ પોલીસ જેનો પગાર સરકાર પાસે જનતાના ટેક્ષ માંથી લે છે. તો તેમાં પોતાની ફરજ સમજી દારૂ અને જુગાર ના અડ્ડા પર રેડ કરીને પોતાની ફરજ અદા કરશે કે પછી બુટલેગરોના હપ્તા માં રોકાઈ રહેશે. ક્રાઈમ દારૂ જુગારની ડ્રાઈવ હવે તો સપના સમાન અમદાવાદ ની જનતા માટે બની ગયી છે. દારૂ, જુગારના ધંધા રોકવાની જગ્યા તેને પ્રોત્સાહન આપનારા અધિકારીઓ અને તેના વહિવટદારો વિરુદ્ધ શું પગલા લેવાશે તે ચર્ચા નો વિષય છે કે પછી ધી ના ઠામમાં ધી ઠોડાશે.
Read Time:4 Minute, 19 Second