રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગર પંથક માંથી અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને વિસનગર અભ્યાસ અર્થે પોતાનું ટુ વિલર એસટી ડેપોમાં પાર્ક કરી એસ.ટી બસમાં જતા વિદ્યાર્થીઓ હિંમતનગર એસટી ડેપોમાં પાર્ક કરેલા ટુ-વ્હીલરની એસ.ટી કર્મચારી પાસે ઉભા રહી હવા કઢાવતા એસ.ટી.ડેપોના મેનેજર સામે મુસાફરોએ ફિટકાર વરસાવ્યો હતો.એટલુંજ નહિ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં લોકોમાં અચરજ ફેલાયું હતું. પાર્ક કરેલા વાહનોમાંથી હવા કાઢી નાખવા મા આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા જેને લઇ એક જાગૃત નાગરિકે વિભાગીય નિયામક, એસ.ટી. મોતીપુરાને ડેપો મેનેજર સામે શિક્ષાત્મક પગલાં લેવા લેખિતમાં રજૂઆત કરી છે. તા. 22 અને 23 ઓક્ટોબર 24ના રોજ એસ.ટી. ડેપો મા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ પાર્ક કરેલ ટુ-વ્હીલર બાઇક , સ્કુટર, સ્કુટી સહિતના વાહનોની એકસાથે એસટી કર્મચારી પાસે જાતે વાહનો પાસે ઊભા રહી ઍસ.ટી ડેપો મેનેજર દ્વારા હવા કાઢી નાખવાની ઘટનાની વિગત એવી છે કે ,હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના બાળકો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા ,વિસનગર સહિતના મથકોએ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા જતા હોય છે .ત્યારે વિદ્યાર્થીઓ પોતાના ટુ વ્હીલર વાહન ડેપોમાં પાર્ક કરી બસમાં બેસી અભ્યાસ સાથે જુદી જુદી કોલેજમાં જાય છે. તારીખ 22 અને 23 ના રોજ નિત્યક્રમ મુજબ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાનું વાહન પાર્ક કરી કોલેજ ગયા હતા. ત્યારે વાહનોની હવા કાઢી નાખવામાં આવી હતી. જેને લઇ પરત થતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. આ કૃત્યને ગંભીર ઘણી હિંમતનગરના એક જાગૃત નાગરિકે એસ.ટી ડેપો મેનેજર સહિત હવા કાઢી નાખનાર એસટીના કર્મી સામે શિક્ષાત્મક પગલાં લેવા એસ.ટી.તંત્રના વિભાગીય નિયામક મોતીપુરા હિંમતનગરને લેખિતમાં માગણી કરી છે .