
રિપોર્ટ:- જીજ્ઞેશ સોની હિંમતનગર

વિજયનગર તાલુકાના એક ગામની સગીરાનું ૧૭ દિવસ અગાઉ ભિલોડા તાલુકાનો એક શખ્સ લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઈ જતાં સગીરાના વાલીવારસોએ આ શખ્સ વિરૂધ્ધ ગુરૂવારે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.આ અંગે વિજયનગર તાલુકામાં રહેતી એક સગીરાના વાલીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૧ ઓકટોબરના રોજ બપોરના સુમારે તેમની અંદાજે ૧૬ વર્ષની સગીરાનું ભિલોડા તાલુકાના વિરપુર ગામનો વિશાલ વિનોદભાઈ ખરાડી લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પટાવી વાલીપણામાંથી ભગાડી ગયો હતો. ત્યારબાદ સગીરાના વાલીવારસોએ તપાસ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે ગુરૂવારે વિશાલ ખરાડી વિરૂધ્ધ ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.