
રિપોર્ટર :- જીજ્ઞેશ સોની હિંમતનગર
પ્રાંતિજમાં રહેતા એક ઈસમને ૧ર દિવસ અગાઉ એક અજાણી સ્ત્રી તથા ત્રણ અન્ય ઈસમોએ કાવતરૂ રચીને વોટ્સઅપ કોલમાં પ્રાંતિજના રહીશ સાથે વાતચીત કરીને મળવા માટે રાજેન્દ્રનગર ચોકડી પર બોલાવીને ગમે તે કારણસર ગાળો બોલી બળાત્કાર તથા છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.૭ હજાર પડાવી લઈ ગેરકાયદે અટકાયત કરી રૂ.૩૦ લાખની માંગણી કરી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ગુરૂવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.આ અંગે પ્રાંતિજની યોગેશ્વર સોસાયટીમાં રહેતા શૈલેષકુમાર ચંદુલાલ પટેલે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ થોડાક સમય અગાઉ તેમના મોબાઈલ પર એક અજાણી સ્ત્રી તથા અન્ય ત્રણ ઈસમોની મદદથી મોબાઈલના વોટ્સઅપ કોલથી વાતચીત કરી હતી. ત્યારબાદ શૈલેષકુમારને રાજેન્દ્રનગર ચોકડી બોલાવાયા હતા. ત્યારબાદ આ ચારેય જણાએ શૈલેષકુમાર પટેલને ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ ગાળો બોલીને બળાત્કાર કે છેડતીના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને શૈલેષકુમાર પટેલ પાસેથી રૂ.૭ હજાર પડાવી દીધા હતા. ત્યારબાદ તેમની ગેરકાયદે અટકાયત કરી રૂ.૩૦ લાખની માંગણી કરી હતી. જેથી ગભરાઈ ગયેલા શૈલેષકુમાર પટેલે સમાજમાં આબરૂ જવાની બીકે કોઈ વિગતો જાહેર કરી ન હતી. ત્યારબાદ આ અજાણી સ્ત્રીએ વોટ્સઅપ કોલ કરીને પૈસા માંગ્યા હોવાની હકિકત પરિવારમાં રજુ કર્યા બાદ આખરે શૈલેષકુમાર પટેલે ચારેય વિરૂધ્ધ ગુરૂવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
