
અમદાવાદ શહેરમાં પોલીસ ની જવાબદારી દારૂ અને જુગારના ધંધાઓ પર રેડ કરવાની જગ્યા એ તેમની પાસેથી પ્રોટેક્શન મની એટલે કે હપ્તા લઈને તેમને ખુલ્લેઆમ ધંધો કરવાની પરવાનગી આપવાની ભુમિકા ભજવાય રહી છે. દરેક પોલીસ સ્ટેશના વહિવટદારો થી લઇને, એસીપી સ્કોડ, ડીસીપી સ્કોડ, સેકટર નો સ્કોડ, ક્રાઈમ બ્રાન્ચ તેમજ પીસીબી સ્કોડ તમામ વહિવટદારોના અમદાવાદના બુટલેગરો પર ચાર હાથ છે. પોલીસ ને હપ્તા આપો અને બેફામ ધંધા કરો. તમને કોઈ પોલીસ રોકે, ટોકે કે રેડ કરે તો વહિદારોને ફોન કરો અને દારૂના અડ્ડાઓ પરથી પોલીસ ને ભગાડોની નીતિ બહાર આવી છે. આવા વહિવટદારોના લીધે પોલીસ ખાતાના ઈમાનદાર અધિકારીઓ થી લઈને પોલીસ કર્મચારીઓ આવા દુષ્ણને ડામવા માં પાંગડા બન્યા છે. પોલીસ ના વહિવટદારો જ નક્કી કરે છે કે અડ્ડાઓ પર દારુનો કોનો માલ લેવો? , શું ભાવે માલ લેવો? તે સ્થાનિક વહીવટદારો જ નક્કી છે. તેમજ દેશી દારૂના ખેપિયાઓ પાસેથી પણ વહીવટદારો મોટું કમિશન લેતા હોય છે. આવા બેઈમાન પોલીસ કર્મચારીઓ ના લીધે ઈમાનદાર પોલીસ ની છબી પણ સમાજમાં ખરડાય રહી છે. ગુજરાત સરકાર વારંવાર દારૂ અને જુગાર ના અડ્ડાઓ બંધ કરાવા માટે નવા નવા પરિપત્રો બહાર પાડે છે. પરંતુ આવા પોલીસ ખાતાના વહિવટદારોના લીધે ગુજરાત સરકારના પરિપત્રો ની જાહેરમાં મશ્કરી થતી હોય તેવું લાગે છે. ગુજરાત સરકાર ભલે ગુજરાત ચલાવતી હોય પરંતુ પોલીસ ખાતું તો આવા વહિવટદારો જ ચલાવે છે તેવું લાગે છે. ગુજરાત સરકાર ને આવા વહિવટદારો વિરુદ્ધ પગંલા લેવામાં કોનો ડર લાગે છે? જો ગુજરાત સરકાર ને કોઈ નો ડર નથી તો વહિવટદારો ને છુટો દોર આપનાર અધિકારીઓ કોણ છે? ધણા વહિવટદારો દ્વારા એવી વાત કરવામાં આવે છે કે ઉપર સુધી હપ્તા આપવાના હોય છે. તો શું ગુજરાત સરકારનો આમાં કોઈ હિસ્સો છે. જો આ વાત ખોટી હોય તો ગુજરાત સરકાર દ્વારા આવા વહિવટદારો વિરુદ્ધ કડક પગલાં કેમ નથી લેવામાં આવતા. વહિવટદારો ની જિલ્લા બદલી થી લઈને સસ્પેન્ડ કે ડિસમિસ જેવા પગલાં લેતા ગુજરાત સરકાર કેમ ડરી રહી છે ? હાલની અમદાવાદ શહેરની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ગુજરાત સરકાર નો દારૂબંધી નો કાયદો કાગળનો વાધ હોય અને ગૃહમંત્રી ના હાથ દારૂબંધી અને જુગાર ધામ રોકવામાં નિષ્ફળ જતા હોય. તેમજ ગૃહમંત્રી ના કંટ્રોલ બહાર અમદાવાદ ના વહિવટદારો હોય તેવું લાગે છે. થોડા સમય પહેલા સુરતમાં પણ વહિવટ કરવા માટે ખોટો કેસ અન્ય પોલીસ કર્મચારી પર કરવાનો કિસ્સો બહાર આવેલ છે. વહિવટદારો ને ગુજરાત સરકારે એટલો બધો છૂટો દોર આપેલ છે કે તેઓ કાયદાઓનો દુરઉપયોગ પણ કરી શકે અને અન્ય પોલીસ કર્મચારી થી લઈને પબ્લીક પર ખોટા કેસ પણ કરી શકે. પોલીસ ખાતાના આવા નામચીન અને મોટા ગજાના વહિવટદારો પર ગુજરાત સરકાર દ્વારા કેમ કોઈ પગલા લેવામાં નથી આવતા. જો અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગુજરાત સરકાર ના ગૃહમંત્રી ને આવા દેશી કે ઈંગ્લીશ દારૂના અડ્ડા તેમજ જુગાર ધામ ના દેખાતા હોય તો દરેક મિડિયા દ્રારા તેના વિડિઓ ઉતારીને સરકાર સુધી પહોચાડવા જરૂરી હોય તેવું અમોને લાગી રહ્યું છે. મિડિયા દ્વારા આવા વિડિઓ વારંવાર સોશિયલ મિડિયા માં ફરતા હોવા છતાં હાલ સુધી કોઈ પોલીસ સ્ટેશન થી લઈને ક્રાઈમ કે પીસીબી ના વહિવટદારો નો વાળ પણ વાંકો થયો નથી. સામાન્ય માણસ ને દેખાતા દારૂ કે જુગાર ના અડ્ડાઓ વહિવટદારો ને દેખાય છે કે પછી તેઓ આંખ આડા હાથ કરીને બેઠા છે.નોંધ :- જો ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આવા વહિવટદારો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં નહિ લેવામાં આવે તો આવતા અંક માં વહિવટદારો ના નામ સાથે તેમના કારસ્તાનો પણ અમારી મિડિયા દ્વારા છાપવામાં આવશે.
