રિપોર્ટ:- જીજ્ઞેશ સોની હિંમતનગર
એસ.ઓ.જી.એ રૂ.૧.૬પ લાખના પાંચ બાઈક કબ્જે લીધા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલા વિવિધ સ્થળેથી છેલ્લા બે વર્ષ દરમ્યાન અંદાજે રૂ.૧.૬પ લાખના પાંચ બાઈકની ચોરી કરનાર ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામના એક ઈસમ ને સાબરકાંઠા એસ.ઓ.જી એ વાહન ચેકીંગ દરમ્યાન હિંમતનગરના ધાણધા ફાટક નજીકથી ઝડપી લીધો હતો. આ અંગે એસ.ઓ.જી.ના પી.આઈ. ડી.સી.સાકરીયા તથા તેમની ટીમના જણાવાયા મુજબ તેમનો સ્ટાફ હિંમતનગરના ધાણધા ફાટક નજીક એ.ટી.એસ. ચાર્ટરના ભાગરૂપે વાહન ચેકીંગ કરી રહયા હતા. ત્યારે એક શંકાસ્પદ ઈસમ બાઈક લઈને પસાર થતાં બાઈક ના કાગળ અંગે પૂછતા બાઈક અંગેના કાગળ રજૂ ન કરતા અને કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હર્ષદ માનસંગજી મકવાણા(રહે.નારદીપુર, તા.કલોલ, જિ.ગાંધીનગર) નો હોવાનું જણાવતા તેને ઝડપી લઈ વધુ પુછપરછ કરતાં તેણે છેલ્લા બે વર્ષમાં અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકની હદમાંથી બે જયારે ગાંધીનગર જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનની હદમાંથી અંદાજે રૂ.૧.૬પ લાખના પાંચ બાઈક ચોરી કર્યાની કબુલાત કર્યા બાદ એસ.ઓ.જી. એ મુદ્દામાલ કબ્જે લઈને હર્ષદ મકવાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.