હિંમતનગર
હિંમતનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાબરકાંઠા એસપી વિજય પટેલ દ્વારા પોલીસ પરેડનુ રિપોર્ટીંગ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ આઈજી વિરેન્દ્રસિંહે વાર્ષિક સેરીમોનિયલ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. જેમાં અલગ અલગ 19 કવાયતો જેવી કે ડોગ સ્કવોડ, પીટી, ઓપ્ટિકલ, રાયફલ, ડિકોયટી ઓપરેશને, કેદી પાર્ટી વગેરેનું નિરીક્ષણ કર્યું હતું.બાદમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યાર બાદ ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પોલીસ હેડ ક્વાર્ટ્સમાં વિવિધ વિભાગ જેવા કે કમાન્ડ એન્ડ કંટ્રોલ, પોલીસ લાઈન, સ્ટોર, આર્મર વર્કશોપ, એમ. ટી. વિભાગ, માઉન્ટેડ શાખા, ડોગ શાખા, વિશ્વાસ પ્રોજેક્ટમાં વિઝીટ કરી હતી ત્યારે ડીવાયએસપી એ. કે. પટેલ, સ્મિત ગોહિલ, પાયલ સોમેશ્વર અને રીમા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. અને જિલ્લાની પ્રજાના પ્રશ્નન નો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી રેન્જ આઈજી એ અધિકારીઓને સૂચના આપી હતી.
રિપોર્ટ: જીજ્ઞેશ સોની