અમદાવાદ
કબૂતર બાજી અને દેખતી આંખમાં ધૂળ નાખનારા ઓ અમદાવાદ જિલ્લામાં સૌથી આગળ, વિદેશના નામે ફોસલાવી,cheating કરી કમાઈ છે લાખો રૂપિયા, કેટલાક કિસ્સા માં તો 24 વર્ષની કન્યા પણ 70 વરસના બુઢ્ઢા સાથે લગ્ન કરી વિદેશ જવા તૈયાર હોઈ છે, ગત બે વર્ષમાં 74 વરસ ના બુઢ્ઢા સાથે 23 વરસની કન્યા એ પૈસા ખાતર અને વિદેશ જવાની ઘેલછામાં લગન કર્યા જેની ખુબ ચર્ચા થઇ હતી. આ વિસ્તાર માં Love marriage, Arrange marriage થી જુદા જ પ્રકાર નાં marriage જે ને આપણે Condition marriage કહી સકાઈ કેમકે આ કન્ડીશન રૂપિયાની, વિદેશ માં સ્થાયી કરવાની બેન, ભાઈ કે માં બાપ ને વિદેશ ની વિઝા અપાવવાની લાલચ આપી એજન્ટ સગા વહાલા ઓ Cheating નાં ધંધાઓ કરતાં હોઈ છે આવા કામો થી કંઈ કેટલાયે આશાવાદી યુવા,યુવતી ઓ નાં કેરિયર ઝીરો થતાં હોઈ છે, પછી આ લોકો નાંગાઈ કરી,દાદાગીરી કરતાં સંબંધો પર પૂર્ણ વિરામ લાગી જાય છે. હવે તો આવા cheater લોકો જેલ ભેગા થશે એમાં કોઈ શક નથી.ઘણા agent માત્ર રોકડમાં જ વહીવટ કરે છે આ ઉપરાંત દુબઇ નોકરી અપાવવાની લાલચ આપે છે જેનો ભાવ 1,20,000 થી 150000 સુધી હોય છે તેમાં 50000 જેટલાં આશરે રૂપિયા એડવાન્સ લેવામાં આવે છે ત્યારબાદ ગ્રાહકને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. અને આવા વર્ષે 1 agent 50જેટલાં યુવાનોને લાલચ આપે છે અને ફસાવે છે તેમાંથી 4-5 ગ્રાહકોને મોકલે છે અને એના ફોટા social media પર મુકે છે જેનાથી બીજા લોકો સહેલાઇથી ફસાય છે.મારી દ્રષ્ટિ એ જોઈએ તો અમેરિકાની કબૂતર બાજી કરતા પણ દુબઇમાં નોકરી નું કૌભાંડ મોટુ ચાલે છે અહીંયા લખવાં બેસું તો શબ્દોની મર્યાદા આડી આવે છે. તમારા આજુ બાજુ નાં વિસ્તાર માં આવી ઘટના બને તો પોલીસ ઇન્સ્પેક્ટર ને મળી ફરિયાદ આપો.