ભુપેન્દ્ર પટેલને પ્રથમ વખત કોઈ ધારાસભ્ય દ્વારા આવી પત્ર લખી માંગ કરાઈ
ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્યે ઉમેશ મકવાણાએ ધારાસભ્ય તરીકેના એક વર્ષ પૂરા થવા પર મુખ્યમંત્રીને લખ્યો પત્ર… તમામ ધારાસભ્યો અને સાંસદોની સંપત્તિની તપાસ કરવાની મૂકી માંગ
ઓડિશા અને ઝારખંડમાં ધીરજ સાહુના ઠેકાણાઓ પર પાડવામાં આવેલા દરોડામાં નોટોની ગણતરી આજે પૂરી થઈ શકે છે. આ માટે વધુ નોટ કાઉન્ટીંગ મશીન અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. 176 બેગમાંથી હજુ સુધી લગભગ 136 બેગની ગણતરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 300 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. 25 નોટ ગણવાના મશીનો અને 50 લોકો મળીને નોટોની ગણતરી કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ મુખ્યમંત્ર પાસે એક માંગ કરી છે. બોટાદ ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેઓએ રાજ્યના તમામ ધારાસભ્ય, સાંસદો, IPS અને IAS અધિકારીઓ પર ACB ની તપાસ કરવાની માંગણી કરી છે. સાથે જ ACB નો તપાસ અહેવાલ સરકારની વેબસાઈટ પર જાહેર કરવા પણ રજુઆત કરી છે.