- અમદાવાદમાં એસિડ એટેકની ઘટના
- અમરાઈવાડીમાં યુવતી પર એસિડ એટેક
- એસિડ એટેક કરી અપરાધી થયો ફરાર
- અગાઉની અદાવતમાં એટેક કર્યો હોવાની શંકા
- પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન
Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડીમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે.ત્યારે યુવતી પર એસિડ નાખી અપરાધી ફરાર થયો હતો.જ્યારે અગાઉની અદાવતમાં એસિડ એટેક કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.જૂની પોલીસ ફરિયાદ પાછી લેવા માટે ધમકી આપવામાં આવી હતી.ત્યારે આરોપીએ યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે.
ફરિયાદ પાછી ન લેતા યુવતી પર એસિડનો એટેક ઘટનાની જાણ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.ત્યારે આરોપી જગદીશ પટેલની ધરપકડની કવાયત શરૂ કરાઇ છે.અમરવાડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.