આણંદમાં 150 કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ બનશે

Views: 270
0 0

Read Time:6 Minute, 45 Second

મુખ્યમંત્રીના હસ્તે ર૭૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ અપાઈ

આણંદ, આણંદને રૂ. ૨૭૦ કરોડના ૨૨ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યમંત્ર સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રજાસેવા માટે સુશાસન જરૂર છે અને ગુજરાતમાં સુશાસનનો માર્ગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રશસ્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું કે, જનસેવા માટે સુશાસન કેવી રીતે સ્થાપી શકાય એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશદુનિયાને બતાવ્યું છે. ગુજરાતમાં એક સમય એવો હતો કે લોકો વિકાસ કામો માટે રૂ. ૫ કે રૂ. ૧૫ લાખ કામોથી જ સંતોષ માનતા હતા. આજે રૂ. એક કરોડની માતબર રકમનું કામ પણ નાનું લાગવા માંડ્‌યું છે. આ ગુજરાતના વિકાસની પરિસીમા અને લોકોની વિકાસ માટેની અપેક્ષા દર્શાવે છે. જે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. મુખ્યમંત્રીએ આણંદના નાગરિકોની સર્વાંગીણ સુખાકારીના રૂ. 270 કરોડના ૨૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કામોથી આણંદ જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ મળવાની છે.તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિ દ્વારા વિકાસનો મજબૂત પાયો નાખી ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે, એમ કહેતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આજે તમામ ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં માર્ગો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, ઉદ્યોગ સહિતના ક્ષેત્રો વિકાસની નવી ઉંચાઇ આંબી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં ગ્રામ્યસ્તર સુધી આરોગ્યની સુદ્રઢ સેવા પહોંચાડી છે. ગામડાઓમાં પણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનવાથી ગામડાના નાગરિકોને ઉત્તમ તબીબી સેવાનો લાભ મળતો થયો છે. આટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પણ ડાયાલિસીસ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. તબીબી શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પહેલા રાજ્યમાં મેડિકલની માત્ર ૧૩૭૫ બેઠકો હતી, તેની સામે આજે ગુજરાતમાં સાત હજાર કરતા પણ વધુ બેઠકો છે. જેનાથી ગુજરાતના નાગરિકોની આરોગ્યલક્ષી સેવા માટે તબીબો વધુ મળશે. આયુષ્માન ભારત કાર્ડની મર્યાદા રૂ. ૧૦ લાખ કરી રાજ્ય સરકારે લોકોની આરોગ્યલક્ષી ચિંતા હળવી કરી છે. ચૂંટણી આવે એટલે રોજગારીનો મુદ્દો ઉઠે છે, એવો કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ સમગ્ર ભારતમાં ગુજરાત રોજગારી આપવામાં અવલ્લ છે, તેની ભૂમિકા આપી હતી અને કહ્યું કે, રોજગારીના સર્જન માટે વડાપ્રધાન દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ૨૦૦૩માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેના પરિણામે ઉદ્યોગો સ્થપાતા રાજ્યમાં રોજગારીની તકો વધી છે. ઉક્ત બાબતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ધંધા-રોજગાર માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે વિદેશી રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે. તાજેતરમાં જાપાન અને સિંગાપોરના પ્રવાસ દરમિયાન ઉદ્યોગકારોને મળ્યો ત્યારે તેમણે નરેન્દ્રભાઇમાં વિશ્વાસ પ્રદર્શિત કરી ગુજરાતમાં રોકાણ કરવા માટે આતૂરતા દર્શાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જનજનને જોડીને સરકારની જનકલ્યાણની યોજનાઓનો લાભ તમામ નાગરિકોને અપાવવા મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, સંકલ્પ યાત્રા નરેન્દ્રભાઇ મોદીની ગેરેન્ટી લઇ નીકળી છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિની મોદી સરકારની ગેરેન્ટી, ભૂખ્યાને ભોજનની ગેરેન્ટી, છે, મહિલાઓને ધૂમાડાથી મુક્ત રસોડું આપવાની ગેરેન્ટી છે, ગરીબોને પાકું મકાન આપવાની ગેરેન્ટી છે. ઘરઘર નળથી પીવાનું પાણી આપવાની ગેરેન્ટી છે. ખેડૂતોને વાર્ષિક રૂ. ૬ હજાર સન્માન નિધિ આપવાની ગેરેન્ટી છે. ગરીબોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું આ અભિયાન છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે અગત્યની ઘોષણા કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં આણંદમાં અંદાજિત રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ અને અંદાજિત રૂપિયા ૧૫ કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ થનાર છે. જેનું ખાતમુહૂર્ત આગામી બે માસમાં થઇ જશે. પટેલે આજે સમગ્ર વિશ્વ ભારતને સન્માનભેર જોવે છે અને ભારતના નેતૃત્વ સમક્ષ મિટ માંડીને બેઠું છે ત્યારે ખરેખર તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે. વધુમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને સંકલ્પબદ્ધતાને પરિણામે આજે ગુજરાત સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત રાજ્ય તરીકે સમગ્ર દેશમાં આદર્શ બન્યું છે, તેમ જણાવ્યું હતું.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આણંદમાં 150 કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ બનશે

  • Related Posts

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.


              વિદ્યાનગર સ્થિત સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોને ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદ દ્વારા માઇનર રિસર્ચ પ્રોજેકટ માટે કુલ ૩૨ લાખ જેટલી ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે. જેમાં શિક્ષણશાસ્ત્ર વિભાગના ડો.અલ્કા મેકવાન…


    વાસદ ટોલનાકા પાસે ટ્રકમાંથી 34.80 લાખનો દારૂ ઝડપાયો


              – ટ્રકમાં લાકડાના રેકમાં 725 પેટી છુપાવી હતી   – ગોવાથી દારૂ ભરેલો ટ્રક લાવી હોટેલના પાર્કિંગમાં ઉભો હતો, ડ્રાઈવર સહિત બે સામે ગુનો દાખલ   આણંદ : નેશનલ હાઈવે…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે