Read Time:35 Second
અમદાવાદ
અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. શહેરના શિવરંજની બ્રિજ નીચે ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
