રાજ્યમાં અલગ અલગ ઘટનામાં 6 લોકોના મોત થયા
વિવિધ સ્થાનો પર વીજળી પડતા 15 લોકો ઈજાગ્રસ્ત
મુખ્યમંત્રીએ જાપાનથી રાજ્યની સ્થિતિ અંગે માહિતી મેળવી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ
અમદાવાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે સવારથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસી રહ્યો છે. જેમાં સવારે કેટલાંક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટના સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે વીજળી પડવાના કારણે રાજ્યમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. જ્યારે મોટી સંખ્યામાં નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ વચ્ચે મુખ્યમંત્રીએ જાપાનથી કૃષિમંત્રી સાથે ફોન પર વાત કરી છે. નવેમ્બર મહિનામાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આશરે 61 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો છે. બરવાળાના હેબતપુરમાં વીજળી પડતા એક મોત થયું છે. અમરેલીના રોહીસામાં વીજળી પડતા સગીરનું મોત થયું છે. કડીના શિયાપુરામાં વીજળી પડતા યુવકનું મોત થયું છે. તો બનાસકાંઠાના મોરીખામાં વીજળી પડતા એકનું મોત થયું જ્યારે ઈડરના કાસબો ગઢામાં વીજળીથી મહિલાનું મોત થયું છે. તેમજ ચુડાના ભાણેજડા ગામમાં વીજળી એકનું મોત થયું છે. આ ઉપરાંત વીજળી પડવાના કારણે બારડોલીના મઢીમાં વીજળી પડતા 8 મહિલા ઘાયલ થઈ છે. જ્યારે સમી હરીપુરામાં 4, ગીર ધાવામાં 1 વ્યક્તિ ઘાયલ થયો છે. તેમજ ગીર સોમનાથમાં કારતિકી પૂનમના મેળામાં આવેલા મંડપ ધરાશાયી થતાં 2 લોકો ઘાયલ થયા છે. ત્યારે મોટી સંખ્યામાં નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ભર શિયાળે વરસાદ વરસ્યો, કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. અમદાવાદના બોપલ, સરખેજ, ઈસ્કોન, એસજી રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર, નારાણપુરા, ઘાટલોડિયા, શાસ્ત્રીનગર, નારોલ, નવરંગપુરામાં વરસાદ વરસ્યો છે. વિઝિબિલિટી ઓછી થતાં વાહનચાલકોને પણ મુશ્કેલી આવી રહી છે. જુહાપુરા, સરખેજ, ઇસ્કોન વગેરે સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના બાવળા ધોળકા, બગોદરા, સાણંદ, ધંધુકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરના ઢગલા પડયા હોવાથી ખેડૂતોને નુકસાનનો ભય સતાવી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં અમરેલીના ધારી અને જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જ્યારે કચ્છના ભુજ તથા નખત્રાણા તાલુકામાં માવઠું પડ્યું હતું. મોડી રાતે આ વાઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો હતો. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે. જેના લીધે હવે રાજ્યમાં ઠંડી પોતાની પકડ જમાવા લાગી છે. પારો ગગડી રહ્યો છે અને પવનની દિશા પણ બદલાઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ગામડાના વિસ્તારો તથા કચ્છમાં વરસાદ પડ્યો છે. રાજ્યના ગોંડલ, ગીર-સોમનાથ, અમરેલી, કચ્છ, ધોરાજી, વીરપુર, માળિયાહાટીના, નખત્રાણા, ડાંગ, કેશોદ, માંગરોળ, ભાવનગર, રાજકોટમાં વાતાવરણમાં પલ્ટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. પારો પણ ગગડ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઉભા પાકની ચિંતા થઈ રહી છે. પાકને નુકશાન થશે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ચોમાસું બેઠું હોય તેવો વરસાદ વરસ્યો છે. માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં અમરેલીના ધારી અને જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જ્યારે કચ્છના ભુજ તથા નખત્રાણા તાલુકામાં માવઠું પડ્યું હતું. મોડી રાતે આ વાઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો હતો. ગીર સોમનાથ જીલ્લામાં હવામાન પલટાયું છે. વહેલી સવારે વેરાવળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો. અચાનક હવામાન પલટાતા ખેડૂતોની પણ ચિંતા વધી. તો માવઠાન કારણે સમગ્ર પંથકમાં હવામાનમાં પણ ઠંકડ પ્રસરી છે.ધાણા, ચણા, જીરૂ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. ખેતરમાં મગફળના ઉભા પાથરા પણ પલળવાની ભીતિ સેવાઈ રહી છે. શિયાળાની શરૂઆતમાં ચોમાસું જામ્યું હોય એવો માહોલ સર્જાયો છે. સુરતમાં વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. અરબ સાગરમાં એન્ટી સાયક્લોન સર્કયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન સર્જાયું છેજેને કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે,ત્યારે આગામી 3 દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીની સ્થિતિની માહિતી મેળવી
આ વચ્ચે જ્યાં મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે છે ત્યારે તેમણે રાજ્યની સ્થિતિ અંગે જાપાનથી રાજ્યભરમાં કમોસમી વરસાદથી નુકસાન અંગે માહિતી મેળવી છે. જાપાનથી મુખ્યમંત્રીએ સ્થિતિ અંગે માહિતી મેળવી છે. રાજ્યમાં નુકસાનની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે ટેલિફોનિક વાત કરી છે.
શિયાળાની શરૂઆતમાં ચોમાસું જામ્યું હોય એવો માહોલ
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ડીસા, પાલનપુર, વિસ્તારોમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. તો સરહદી વિસ્તારમાં કમોસમી માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.વાવ,સૂઇગામ,થરાદ પંથકમાં ગામડાઓમાં કમોસમી વરસાદને પગલે વાતાવરણ બદલાયું હતું.
માવઠાની કરાઈ હતી આગાહી
શનિવારે જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે.