ચાઈનીઝ દોરીથી ગળું કપાતા બાઈકસવારનું મોત
ગળું કપાતા હાઈવે પર લોહીના ફુવારા ઉડયા
ખેડા
ખેડા જિલ્લાના માતરના સંધાણા ગામ નજીક હાઇવે નંબર 48 પર બાઈક સવારનું ગળામાં ચાઈનીઝ દોરી ભરાઈ જતાં ઘટનાસ્થળે કમકાટીભર્યું મૃત્યું થયું છે. પતિ પત્ની અને એક નાની બાળકી બાઈક પર જતા હતા ત્યારે બાઈકચાલક સાગર રઈજીભાઈ રાવળનું ઘટનાંસ્થળે મૃત્યું થયું અને તેની પત્ની અને બાળકી ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાઈનીઝ દોરીનાં લીધે બાઈચાલકનું ગળું કપાતા હાઈવે પર લોહીના ફુવારા ઉડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ દંપતી નડિયાદના ડભાણ ગામનું રહેવાસી હતું. ઉત્તરાયણ પર્વની હજું દોઢ મહિનાનો સમય બાકી છે. ત્યાંતો ચાઇનીઝ દોરીએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ પણ લઈ લીધો. સરકાર દ્વારા દર વર્ષે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવે છે તેમ છતાં છૂપીથી કેટલીક જગ્યાએ ચાઇનીઝ દોરી વેચાય છે.