અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગર્ભપાત મામલે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરાયું હતું. જે મામલે હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે સગીરાના 28 અઠવાડીયાના ગર્ભપાતને મંજૂરી આપી છે.16 વર્ષની પીડિતા દુષ્કર્મનો ભોગ બની હતી. ત્યાર બાદ તે ગર્ભવતી થતા તેણે હાઇકોર્ટમાં સમગ્ર મામલે અરજી કરી હતી.
હાઇકોર્ટ પાસે પોતાના ગર્ભમાં રહેલા બાળકને ટર્મિનેટ કરવા માટેની પરવાનગી માંગી હતી. આ અંગે હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા 28 અઠવાડીયાના ગર્ભપાતને મંજુરી આપી દીધી છે. હાઇકોર્ટે આ કિસ્સામાં એક વધારે પ્રાવધાન કરતા સરકારને પણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે આદેશ આપ્યો કે, બાળક જીવીત હોય તો તેની તમામ સારસંભાળ અને દેખરેખ સરકારે કરવાની રહેશે.