- અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બનાવવા કોઈએ ટેન્ડર જ ન ભર્યુ
- કંપનીઓએ રસ ન દાખવતા ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવશે
- 25 કરોડના ખર્ચે બ્રિજના સ્પાન તોડી નવા બનાવવાના છે
- બ્રિજ તોડી નવો બનાવવા કોઈ કંપનીએ ટેન્ડર જ ન ભર્યુ
- હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવવા ટેન્ડર બહાર પડાયુ હતુ
- બ્રિજ કામમાં ભ્રષ્ટાચાર થતા બ્રિજ તોડી નાખવા કરાયો હતો આદેશ
Ahmedabad : અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બનાવવા કોઇએ રસ દાખવ્યો ન હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ બ્રિજ તોડી નવો બનાવવા એક પણ કંપનીએ ટેન્ડર નથી ભર્યું. અગાઉ વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવવા માટે ટેન્ડર જાહેર કરાયું હતું. જોકે એક પણ કંપનીએ આ બાબતે ટેન્ડર ભર્યું નથી. વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા બાદ હવે ચોંકાવનારા સામે આવ્યા છે. વિગતો મુજબ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા કોઇએ રસ દાખવ્યો ન હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે એક પણ કંપનીએ રસ ન દાખવતાં AMC ફરી ટેન્ડર બહાર પાડશે. મહત્વનું છે કે, 25 કરોડના ખર્ચે બ્રિજના સ્પાન તોડી નવા બનાવવા ટેન્ડર બહાર પડાયું હતું. નોંધનિય છે, હાટકેશ્વર બ્રિજના નબળા કામકાજને લઇ બ્રિજ તોડી પાડવા આદેશ અપાયો હતો. જોકે તેને તોડી પાડવાનું ટેન્ડર એક પણ કંપનીએ ભર્યું ન હોવાનું સામે આવતા હવે ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવશે. હાટકેશ્વર બ્રિજના પુન:નિર્માણમાં ફરી વિવાદથી બચવા કંપનીઓ ટેન્ડરથી દૂર ભાગી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.