ગુજરાતની કહેવાતી ભાજપ સરકારમાં કોંગ્રેસ ના કોપોરેટરો અને એમ એલ એ તેમજ પુવઁ કોપોરેટરો અને પુવઁ એમ એલ એ દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એ માઝા મુકી છે. રામોલ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ એક મુસ્લિમ ઈસમ ઝંઝાઈખાન પઠાણના ધર પર કોંગ્રેસના પુવઁ એમ એલ એ અને અમરાઈવાડી બોડીના પુવઁ કોપોરેટર અરવિંદભાઈ દ્વારા કોટઁમાં કેસ હોવા છતાં તેમજ કોટઁ દ્વારા કોટઁ કમિશન આવે તે પહેલા મુસ્લિમ ઈસમ ઝંઝાઈખાન પઠાણનું ધર ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવેલ. તેમજ પુરાવા દુર કરવા માટે બે માળના મકાનનો કાટમાળ પણ સગેવગે કરવામાં આવેલ છે. તેમજ આ મુસ્લિમ વ્યક્તિ ના ધરના ફનિઁચરનું નુકસાન કરેલ તેમજ ૫.૭૫ લાખ રોકડા અને ૨૫ તોલા દાગીના પણ ગુમ કરવામાં આવેલ છે. સહુનો સાથ સહુનો વિકાસની વાત કરતી ભાજપ સરકારમાં વિકાસ તો એકબાજુ રહ્યો. પણ આવા કોંગ્રેસના વ્યકિતઓ દ્વારા ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવેલ મકાન બાબતે રામોલ પોલીસ સ્ટેશન, ઝોન ૫ તેમજ અમદાવાદ કમિશ્નર નું મૌન શું કહેવા માંગે છે ? આ લોકો ગેરકાયદેસર રીતે કોઈ નું મકાન તોડી નાખે તે બાબતે મૌન રહેવું બતાવે છે કે કયાંક પોલીસ કોગ્રેસ કોપોરેટર ના દબાવમાં આવેલ છે. અથવા તેમના પુત્ર તેજન્દ્રભાઈ જે હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હોય. તેમના દબાણમાં આવીને પોલીસ કામ નથી કરી રહી. રામોલ પોલીસ ની હદમાં આ અગાઉ પણ સરકારી જમીન પર ગેરકાયદેસર મંદિર અને પાટીઁ પ્લોટ બની ગયેલ છે. જેમાં અગાઉ પણ રામોલ પોલીસ ના પુવઁ પી. આઈ. તેમજ અન્ય પોલીસ કમઁચારીઓના નામ સામેલ હતા. તો શું આ ગેરકાયદેસર રીતે કોટઁનો અનાદર કરીને કોઈ વ્યક્તિ નું બે માળનું મકાન તોડવામાં પણ રામોલ પોલીસ નો કોઈ હાથ છે ? મુસ્લિમ ઈસમ ઝંઝાઈખાન પઠાણના નોકર દ્વારા ૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસ બોલાવવા છતાં પોલીસ ના પગલા ના લેવા પર તેમજ ગેરકાયદેસર રીતે તોડવામાં આવતા બાંધકામ માં સામેલ ઈસમોને નહિ રોકતા. રામોલ પોલીસ ની ભુમિકા પણ શંકાસ્પદ લાગે છે. તેમજ કોટઁમાં કેસ હોવા છતાં પાસ પ્લાન થવો તેમજ બાંધકામ ની પરમિશન મળવી શંકાસ્પદ છે. ભાજપ સરકાર દ્વારા ભષ્ટ્રાચાર દુર કરવાના ધણા પ્રયત્નો થતા હોવ છતાં સરકારના ભ્રષ્ટ કમઁચારીઓ અને અઘિકારીઓ દ્વારા કરવામાં આવતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થકી ભાજપ સરકારનું નામ ખરાબ થતું હોય. તેમજ પબ્લીક માં ભાજપ સરકાર ની શાખ ખરાબ થતી હોય છે. ગુજરાતમાં તેમજ દેશમાં ભાજપ સરકારની આવા ભ્રષ્ટાચાર થકી તેમજ થોડા પૈસાની લાલચ માં માનનીય વડા પ્રધાન શ્રી મોદીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ની શાખ ખરાબ કરનાર ભષ્ટ્ર પોલીસ અધિકારીઓ અને સરકારી કમઁચારીઓ વિરુદ્ધ શિસ્તના પગલાં કયાં કારણોસર ગુજરાત સરકાર નથી લઈ રહી. સરકારી કમઁચારીઓ શું પોતાનો ભષ્ટ્રાચાર છુપાવા માટે ગુજરાત સરકાર ને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે પછી કોઈ કારણોસર આંખ આડા કાન થઈ રહ્યા છે ? ૨૦૨૪ ની ચુંટણી નજીકમાં હોય આવા ભષ્ટ્ર કમઁચારીઓ થકી ગુજરાત સરકારની શાખ ખરાબ કરવાના કારણે ચુંટણી પર તેની વિપરીત અસર થઈ શકે છે. આવા ભષ્ટ્ર કમઁચારીઓ થકી પબ્લીક માં ભષ્ટ્રાચાર જે મેસેજ જાય છે. જેના થકી સરકારની શાખ ખરડાય છે. સહુનો સાથ અને સહુનો વિકાસ ની વાત કરનાર ગુજરાત સરકાર શું આ મુસ્લિમ ને ન્યાય અપાવશે ?
Views: 71
Read Time:4 Minute, 51 Second