ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જાલમપુરામાં લોકમેળાના નામે જુગાર ધામો ભરાયા
સ્થાનિક સરપંચ, માજી સરપંચ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન ની રહેમ નજર હેઠળ ચાલતા જુગારધામ
જાલમપુરામાં વર્ષોથી ભરાતા ભાતીગળ મેળામાં ૨૦૦થી વધારે જુગાર સ્ટેન્ડ : પોલીસ મૂક પ્રેક્ષક બની રહી
મહુધા
મહેમદાવાદ તાલુકાના જાલમપુરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે આવડ ખોડિયાર માતાનો મેળો ભરાયો હતો જેમાં ખુબ જ મોટી સંખ્યામા માઈ ભક્તો આ મેળામાં આવ્યા હતા અને પોતાની માનતા પૂરી કરી હતી. ભાદરવા શુદ ૧૩ને દિવસે દરવર્ષે મહેમદાવાદ તાલુકાના જાલમપુરા ગામે ચારણ અને ગઢવીના કુળદેવી આવડ ખોડિયાર માતાનો ભાતીગળ મેળો યોજાય છે. જ્યાં હજારોની સંખ્યામા માઈ ભકતો માતાના દર્શન કરવા આવે છે ગામડાની ભારતીય ભાતીગઢ સંસ્કૃતિની ઝાંખી કરાવતા બહુ જ જૂનું વૃક્ષ છે ત્યાં આવડ માતાનું મંદિર છે આ જગ્યાએ ચારણના મુવાડાથી માતાજી પુણતા ધુણતા આવે છે જેના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા દુર દુરથી ભકતો માઈ મંદિરે મેળામાં આવે છે. મહેમદાવાદના જાલમપુરામાં ગુજરાત ભરના ચારણ અને ગઢવી સમાજના કુળદેવી આવળ ખોડીયાર માતાનો ભાતીગળ મેળો ભરાય છે જે મેળાને જુગારીયા મેળા તરીકે પણ ઓળખાય છે. વર્ષોથી ભરાતા મેળામાં ગુજરાત ભરના ચારણ અને ગઢવી સમાજના નામી અને અનામી વ્યક્તિઓ માતાના દર્શન કરવા અને માતાને થાળ ધરાવવા ખાસ આજના દિવસે અહી આવે છે પરંતુ માતાના મેળામાં ખુલ્લેઆમ ચાલતા જુગારના સ્ટેન્ડો જોઈ સ્તબ્ધ બની જાય છે અને તેમની આસ્થાને ઠેસ વાગે છે. આ મેળામાં લગભગ ૫૫ પ્રકારના જુદા જુદા જુગાર રમવામાં આવે છે અને ૨૦૦થી વધારે લોકો જુગારની હાટડીઓ ખોલીને બેસી જાય છે જેમાં અંદર બહાર, તિન પત્તી, ચક્રેડી, હૂંફ્રેંડી, લાલકાળું જેવા નામ ના સાંભળ્યા હોય તેવા જુગાર ખુલ્લેઆમ રમાય છે ત્યારે મહેમદાવાદ પોલીસના જવાનો પણ મેળામાં હોય છે પણ તેઓ આંખ આડા કાન કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને માત્ર તેવું જ ધ્યાન રાખે છે.
બે સ્થળે બંદોબસ્ત છે – મહેમદાવાદ પી. આઈ. ખાંટ
આ બાબતે મહેમદાવાદના પી આઈ રણજીતસિંહ ખાટે જણાવ્યું હતું કે હાલમા મહેમદાવાદમાંથી પસાર થતી વાત્રક નદીના કારણે ગણેશજીનુ વિશર્જન અહિ કરવામાં આવે છે જેથી અમારે આજે બે બાજુ બંદોબસ્ત છે, પરંતુ મેં ડી-સ્ટાફના ૧૦ જેટલા માણસો હાલ જલામપુરા મોકલી આપ્યા છે તેમજ જુગાર બાબતેની ફરિયાદ મારી પાસે આવી છે અને મે ડી-સ્ટાફના માણસોને જાણ કરી દીધી છે કે જે જુગાર રમતા હોય અને જુગાર જેવી ગેરકાયદેસરની કાર્યવાહી કરતા હોય તેમને તાત્કાલિક આવી પ્રવૃત્તિ કરતા અટકાવો.
મેળો ચાલુચાયો ત્યારથી જુગાર રમાય છે – સરપંચ પ્રમુખ
આ બાબતે મહેમદાવાદના સરપંચ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે મારા દીકરાએ અહિં દુકાન કરી છે માટે હું અહિ આવ્યો હતો પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યારથી આ મેળાની શરૂઆત થઇ છે ત્યારથી જુગાર રમતો આવ્યો છે તેમજ મેળાના સ્થાનની નજીક તળાવ આવ્યું છે જેથી જો પોલીસ કોઈને પકડવા જય તો આટલી બધી પબ્લિકમાં કોઈ તળાવમાં પાડે ને ડૂબી જાય તેની બીક રહેલી છે અને પોલીસે ૧૧ વાગ્યા પછી આવી હતી ત્યાં શુધીમા તો બધા જુગાર રમવા બેસી ગયા હતા.