આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રી આર.ડી. ચૌધરીનાઓના જન્મદિવસ હોય જે અંતર્ગત બાબરા પોલીસ સ્ટેશન દ્વારા બાબરા પોલીસ સ્ટેશન ખાતે બહાર દિવાલના ભાગે ‘આપણું ઘર’ નામની માનવતાની દીવાલ મૂકવામાં આવેલ છે જે અનુસંધાને બાબરા વાસીઓને પી.આઈ.શ્રી દ્વારા અપીલ કરવામાં આવેલ કે જે લોકોને કપડાં રમકડા કે બુટ-ચપ્પલ વધારે હોય તે માનવતાની દીવાલ ખાતે મૂકી જાય અને જે લોકોને જરૂરિયાત હોય તે લઈ જાય. તેમજ જરૂરિયાતમંદ લોકોને માનવતાની દીવાલ સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવેલ.
તસ્વીર ગોરધન દાફડા. બાબરા