ક્રૂરતાનાં સંદર્ભમાં પતિની પ્રેમિકા સામે IPCની કલમ ૪૯૮ A હેઠળ કેસ ચલાવી શકાય નહીં તેમ એક શકવતી ચુકાદામાં કેરળ હાઈકોર્ટે ઠરાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું હતું કે પતિની પ્રેમિકાએ લગ્ન વિના યૌનસંબંધ બાંધ્યા હોય તો આવી મહિલા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ A હેઠળ કેસ ચલાવી શકાય નહીં. કોર્ટે વધુ સ્પષ્ટતા કરતા ઠારવ્યું હતું કે કાયદામાં ઉપયોગમાં લેવાયેલી ભાષા મુજબ રિશ્તેદાર એટલે સગાસંબંધી શબ્દમાં જેની સાથે પુરુષે લગ્ન ન કર્યા હોય અને તે વિના યૌનસંબંધો બાંધ્યા હોય તો તેવી મહિલાને સામેલ કરાઈ નથી. આ કેસમાં જસ્ટિસ કે બાબુએ કહ્યું હતું કે, IPCની કલમ ૪૯૮ A માં પતિ દ્વારા કે પતિના સગાસંબંધી હોય તેવી મહિલા દ્વારા આચરવામાં આવેલી ક્રૂરતા સામે દંડ કે સજાની જોગવાઈ કરાઈ છે.
સગાસંબંધીનો અર્થ જેની સાથે લોહીના સંબંધો હોય કે દત્તક લેવામાં આવી હોય
આ કેસમાં કોર્ટ અરજદારની દલીલો સાથે સંમત થઈ હતી અને મહિલા સામે કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો હતી. જજે કહ્યું કે અરજદાર સામે IPCની કલમ ૪૯૮ A હેઠળ કેસ ચલાવવાનો સવાલ જ નથી. આથી તેની સામેની FIR અને કેસ રદ કરવામાં આવે.
સગાસંબંધી શબ્દતી પરિભાષા શું?
કોર્ટે કહ્યું કે એક પ્રેમિકા કે એક મહિલા લગ્ન કર્યા વિના કોઈ પુરુષ સાથે યૌનસંબધો બાધે તો તે જરૂરી નથી કે સંબંધી હશે. અહીં સગાસંબંધી શબ્દનો અર્થ જેની સાથે લોહીના સંબંધો હોય કે દત્તક લેવામાં આવી હોય તેવી વ્યક્તિ. એક મહિલા દ્વારા કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં કોર્ટે ઉપર મુજબ ઠરાવ્યું હતું. જેમાં મહિલા સામે લગ્ન વિના યૌનસબંધ બાંધવાનો આરોપ લગાવાયો હતો. અરજદારે દલીલો કરી હતી કે IPCની કલમ ૪૯૮ A મુજબ તેના પ્રેમી કે સાથી સાથે તેના સંબંધો તેને આ વ્યક્તિ સાથે સબંધી બનાવતા નથી