અમદાવાદ
અમદાવાદ શહેરમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે ત્યારે અમદાવાદના યુવાનોને નસાના રવાડે ચડાવવા માંગતા ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટ પર પાણી ફેરવી દેવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ઝોન-૨ ડીસીપી સ્કોડએ ત્રણ દરવાજા પાસેથી મોહંમદ બિલાલ અબ્દુલ કુરેશી અને જાવેદશાહ સૈયદને 6.600ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડયા છે. અને ઝીશાન મેમણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ઝોન-૨ ડીસીપી સ્કોડને બાતમી મળી હતી કે કારંજ વિસ્તારના ત્રણ દરવાજા પાસે મોહંમદ બિલાલ અને જાવેદશાહ નામના બંને માણસો MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે.બાતમીના આધારે ડીસીપી સ્કોડના માણસોની ટીમ ઘટના સ્થળે પહોચતા બંને વ્યક્તિની ઝડતી કરતા તેમની પાસેથી સફેદ પાવડર મળી આવ્યો હતો અને FSL ની ટીમે સફેદ પાવડરનું પરીક્ષણ કરતા સફેદ પાવડર MD ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. ડીસીપી ઝોન-૨ સ્કોડે બંને જણાની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.