ખેડા: ખેડા જિલ્લાની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ભ્રષ્ટ અધિકારીઓ માટે ખિસ્સા ભરવાની યોજના બની ગઈ છે. આ યોજના અંતર્ગત બનતા મોટાભાગના રસ્તા 12 થી 14 મહિનામાં જ ધોવાઈ રહ્યા છે. આવી જ વધુ એક ઘટના કઠલાલ તાલુકાના ફુલ છત્રપુરા થી લસુન્દ્રા તરફના રોડ પર જોવા મળી છે. આજ થી 14 મહિના અગાઉ 30 જુન 2022 ના રોજ 4 કિમીના આ રોડનું કામ પૂર્ણ થયું હતુ. જે રોડ પર આજે ઠેર ઠેર ખાડા અને તુટી ગયેલી અવસ્થામાં જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય પ્રવિણસિહે જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવાયેલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તેમજ અન્ય વિસ્તારના રસ્તાના કામ સાવ ગુણવત્તા વગરના બની રહ્યા છે. અમદાવાદની અર્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની દ્વારા વર્ષ 2021-22માં લસુન્દ્રા થી ફુલ છત્રપુરા તરફનો રસ્તો બનાવ્યો હતો. ફક્ત 4 કીમીનો રસ્તો રૂ.59 લાખ જેવી માતબર રકમ થી બનાવવામાં આવ્યો હતો. આટલી મોટી રકમ ફાળવવા પાછળનો હેતુ સારી ગુણવત્તાનો રસ્તો બને તેવો હતો.
Views: 87

Read Time:1 Minute, 34 Second