વડોદરા શહેરના આજવારોડ પૂર્વ વિસ્તારમાં અાવેલ નૂતન શિક્ષણ સાધના ટ્રસ્ટ સંચાલીત “શ્રીમતી કે.બી.પરીખ હાઈસ્કૂલ” અાજવા રોડ, વડોદરા, મા.વિભાગના અાચાર્ય શ્રી ઉપેન્દ્રસિંહ ચૌહાણ, પ્રાયમરી વિભાગના સમસ્ત કર્મચારીશ્રી તેમજ “JCI Baroda Alkapuri” ના president Mehul Pathak Sir, Vice President Satyam Chauhan Sir, Hon. Secretary Param Doshi Sir, Hon. Joint Sec. Arth Shah Sir, JC. Nisarg Shah Sir,Tushar Sonavane Sir, Bhavna Sonavane Mem તેમજ એડવોકેટ અને સામાજિક કાર્યકર જશવંત કુમાર ઉર્ફે જશુભાઈ લાલજીભાઈ બારોટ(કોઠંબાવાળા) વિગેરેનાઓ ઉપસ્થિત રહી રાજ્યના ૭૭મા અમ્રુત મહોત્સવ ૧૫ મી ઓગષ્ટ રાષ્ટ્રીય દિનની ઉજવણી કરવામા આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રીય દિન નિમિત્તે તારીખ-15/8/23 ને મંગળવારે સવારે ધ્વજ આરોહન કરી કે. બી. પરીખ હાઈસ્કૂલ ખાતે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે દેશભક્ત ગીત, ડાંસ,સ્પીચ, પ્રવચન કરી ” આઝાદી કા અમ્રુત મહોત્સવ” અભિયાન અંતર્ગત “મેરી મિટીૅ મેરા દેશ” કાર્યક્રમમાં ઉપસ્થિત હોઈ દેશભક્ત ગીતો ગાઇ વડોદરાના દેશપ્રેમ માટે જુસ્સો વધારી સુત્રોચાર કરી રાષ્ટ્ર ધ્વજની અાન,બાન, શાન સાથે “ભારત માતા કી જય” ના નારા સાથે રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો જેમા શાળાના આચાર્ય શ્રી ઉપેન્દ્રભાઈ ચાવડાએ શાળાના વિદ્યાર્થીઓને દેશની સેવા પોતાનાં ઘરથી શરુંઆત કરવી જોઈએ, દેશ સેવામાં જયાં જરુર જણાય જયાં જરૂરીયાતોને મદદરૂપ થઈશુ અને આવતી કાલના નેતા કોણ તેના સવાલોમા જવાબમાં વિદ્યાર્થીઓ એ જણાવ્યું કે આવતી કાલના બાળકો તથા શાળાના બાળકો પુરતો અભ્યાસ કરી ગામ. શહેર અને દેશનુ નામ રોશન કરે તેવી શુભેચ્છાઓએ શાળા પરીવાર તથા રાષ્ટ્રીય દિનની ઉજવણીમાં આવેલ આમંત્રીત મહેમાનોએ પાઠવી હતી અને શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ રાષ્ટ્રીય કાર્યક્રમને શાળાના પરીવારજનો તથા બાળકોએ સફળ બનાવ્યો હતો.