અમદાવાદ: આજે તેમણે સત્તાવાર પોલીસ કમિશ્નર તરીકે નો ચાર સંભાળ્યો હતો. અમદાવાદ ના નવા પોલીસ કમિશ્નર જી.એસ. મલિકને શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જી.એસ. મલિક 1993 બેચના ips અધિકારી છે. 8 જાન્યુઆરી 1994 ના રોજ આઇ.પી.એસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી .તેઓ ગુજરાતમાં અમદાવાદ વડોદરા ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે. જી.એસ. મલિક BSF ના વડા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
Views: 31
Read Time:51 Second