અમદાવાદ ના નવા વાડજ ની વિવિઘ ભારતી સો.સા.મા રહેતા એડવોકેટ પ્રકાશચંદ્ર કે સોનીએ રૂ.૨૦૦૦ ની નોટ શરૂથઈ ત્યારથી આ નોટ ના નંબર માં ૭૮૬, ૯….૯, ૯૯૯, ૧૧૧, ૨૨૨ વગેરે થી વધારે આંકડાવાળી નોટો નો સંગ્રહ કરેલ છે આવી કુલ નોટો ૧૧૨ નંગ છે અને કુલ રકમ રૂ ૨,૨૪,૦૦૦ ની છે. સન ૨૦૧૭ માં રૂ ૫૦૦ તથા ૧૦૦૦ની નોટ બંધ થઈ તે વખતે ૭૮૬ તથા આવ અન્ય નંબરો વારી ૧૩,૫૦,૦૦૦ની નોટો હતી. તે વખતે નોટ બંધી થતાં ભારે હ્રદયે આવી કલેક્શન કરેલી લક્કી નંબરો વારી નોટો કાઢવી પડેલી. અને હવે બીજી વખત ૨૦૦૦ ની નોટબંધી થયેલ છે. આમ એડવોકેટ પ્રકાશચંદ્ર સોની ની ગીનીસ બુક, ઈન્ડીયા બુકમાં વર્લ્ડ રેકોર્ડ નંઘાવવાની તેમની ઈચ્છા મનમાં ને મનમાં જ રહી ગઈ. વકીલ પ્રકાશચંદ્ર સોની ની ૪૫ વર્ષની મહેનત આવી નોટો શોધી શોધીને ભેગી કરવાની મહેનત પર પાણી ફરી વળ્યા છે. હિન્દુ ધર્મ માં લક્કી આંકડા ૯૯૯, ૯ વગેરે તથા મુસ્લિમ ધર્મ માં લક્કી અંક ૭૮૬ છે આવી નોટો નું વકીલ પ્રકાશચંદ્ર સોની ધનતેરસ, ચોપડા પૂજન, લક્ષ્મી પુજન તથા ઈદ ના તહેવાર પર પૂજા કરે છે.
Views: 83

Read Time:1 Minute, 31 Second