SOG એ MD ડ્રગ્સ પેડલરો પર સપાટો બોલાવતા અનેક પેડલરો પોલીસની બીકથી ભુગર્ભમાં ઉતરી ગયા
અમદાવાદ શહેરમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે ત્યારે અમદાવાદના યુવાનોને નાસાના રવાડે ચડાવવા માંગતા ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટ પર પાણી ફેરવી દેવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે SOG એ સરખેજ વિસ્તારમાંથી એક મહિલા સહિત ત્રણ લોકોને ૬.૯૬ લાખ કિંમત રૂપિયાનું MD ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા.
SOG ની ટીમને બાતમી મળી હતી કે ફતેહવાડી કેનાલ પાસે નુફુ રેસીડેન્સી પાસે જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ, વસીમ અહેમદ શેખ, અને શબાનાબાનું મિર્ઝા MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે SOG ની ટીમ ઘટના સ્થળે પહોચતા ત્રણેય વ્યક્તિની ઝડતી કરતા તેમની પાસેથી બેગ મળી આવી હતી તેમાંથી સફેદ પાવડર મળી આવ્યો હતો અને FSL ની ટીમે સફેદ પાવડરનું પરીક્ષણ કરતા સફેદ પાવડર MD ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર પછી SOG ની ટીમે ત્રણેયની ધરપકડ કરી હતી અને પુછપરછ કરતા જાણવા મળ્યું કે MD ડ્રગ્સનો જથ્થો શાહપુરના આદિલ પાસેથી લાવ્યા હતા.
SOG એ સારંગપુર વિસ્તારમાં આવેલા ઘંટાકર્ણ માર્કેટ પાસેથી ૧૦.૩૯ લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે શમીમબાનું શેખ નામની મહિલાને ઝડપી પાડી છે. તપાસમાં જાણવા મળ્યું કે શમીમબાનું મુંબઈના સાબિર નામના ડ્રગ્સ માફિયા પાસેથી MD ડ્રગ્સનો જથ્થો લાવી હતી.SOG એ શમીમબાનું પાસેથી ૧૦૩ ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. શમીમબાનું પાસે ડ્રગ્સનો જથ્થો જુહાપુરાના શાહબાઝ ખાન ઉર્ફે શેબુએ મંગાવ્યો હતો..
છેલ્લા બે દિવસથી SOG એ MD ડ્રગ્સના પેડલરો પર તબાહી બોલાવતા અમદાવાદ શહેરના નાના મોટા પેડલરો પોલીસની બીકથી ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે